Home /News /madhya-gujarat /

અમદાવાદ : પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી, બીભત્સ ફોટા પાડી ધમકી આપી

અમદાવાદ : પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી, બીભત્સ ફોટા પાડી ધમકી આપી

યુવતીએ કરેલા આક્ષેપોને લઈને આરોપીની અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરાવીને વધુ તપાસ શરૂ કરી

Ahmedabad Crime news - ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા

અમદાવાદ : શહેરના (Ahmedabad)પોશ વિસ્તારમાં એક યુવતીને યુવક સાથેની મિત્રતા ભારે પડી છે. યુવકે મિત્રતા બાંધીને વિશ્વાસ કેળવ્યો અને બાદમાં યુવતીના બીભત્સ ફોટા પાડી ધમકી આપી અને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં (Women Police Station)એક યુવતીએ આકાશ અસર્ફિં નામના યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના પર આરોપ લાગ્યો છે કે તે પરિણીત હોવા છતાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

ઘટનાની વાત કરીએ તો અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અશોક અસર્ફિં નામનો યુવક તેને બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરે છે. જો તેની સાથે સંબંધ નહીં બાંધે તો તેના અશ્લીલ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ (Photo viral)કરી દેશે તેવી ધમકી આપે છે. આ આક્ષેપોને લઈને મહિલા પશ્ચિમ પોલીસે આરોપી આકાશ અસર્ફિં વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો છે.

આ પણ વાંચો - અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી

યુવતી અમદાવાદમાં એક મોલમાં નોકરી કરતી હતી તે સમયે જુલાઈ 2018માં પોતાની મિત્ર થકી આકાશના સંપર્કમાં આવી હતી. આકાશની ગુરુકુળમાં અસર્ફિં ગુલ્ફીની શોપ છે. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમસંબંધ બધાંયો હતો. પરંતુ આકાશ પરિણીત હોવાથી યુવતીએ સંબંધ આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને આકાશે યુવતીને ધમકી આપી કે અશ્લીલ ફોટો ઇન્ટરનેટમાં વાયરલ કરી દેશે.

આ પ્રકારે અનેક વખત આકાશે યુવતીનું શોષણ કર્યું હતું. અંતે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં મહિલા પોલીસે યુવતીએ કરેલા આક્ષેપોને લઈને આરોપીની અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીનું મેડિકલ તપાસ કરીને આરોપીના મોબાઇલને FSL માં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

હવસખોર કાકાની ખરાબ નજર ભત્રીજી પર પડી, પોતાની વાસનાનો શિકાર બનાવી

કાકા અને ભત્રીજી વચ્ચેના પવિત્ર સંબંધને શર્મશાર કરતો કિસ્સો અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. રખિયાલ પોલીસ સ્ટેશનની (Rakhial police station)હદમાં રહેતા એક હવસખોર કાકાએ ભત્રીજીને જ પોતાની હવસનો શિકાર બનાવી દીધી છે. પાંચ વર્ષથી નરાધમ કાકો ભત્રીજીને કોઈને કોઈ પ્રકારે હેરાન કરતો હતો અને છેડતી (molestation)પણ કરતો હતો. આખરે ગત 18 જાન્યુઆરીના રોજ આ હવસખોર કાકાએ ભત્રીજીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના માતા પિતાએ દીકરીના કાકા વિરુદ્ધ ફરિયાદ કરતા હાલ પોલીસે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ

આગામી સમાચાર