અમદાવાદ : પરણિત મહિલા ઉપર પાડોશી વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો, બંને પરિવાર વચ્ચે થઈ મારામારી


Updated: August 11, 2020, 8:33 PM IST
અમદાવાદ : પરણિત મહિલા ઉપર પાડોશી વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો, બંને પરિવાર વચ્ચે થઈ મારામારી
પ્રતિકાત્મક તસવીર

બળાત્કાર બાદ ભોગ બનનારના પરિવારજનો આરોપીના ઘરે ફરિયાદ લઈ પહોંચ્યા ત્યારે મારામારી થઈ હતી

  • Share this:
અમદાવાદ : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બળાત્કારની ઘટના સામે આવી છે. બળાત્કાર બાદ ભોગ બનનારના પરિવારજનો આરોપીના ઘરે ફરિયાદ લઈ પહોંચ્યા ત્યારે મારામારી થઈ હતી. આરોપી ઉપર આરોપ છે કે તેણે એક પરણિત મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલાને ધમકી પણ આપી હતી કે કોઈને જાણ કરીશ તો સારું નહીં થાય. ધમકીને અવગણી મહિલાએ પોતાના પરિવારને જાણ કરી હતી. ફરિયાદીના દિયર અને સસરા આરોપીના ઘરે ગયા ત્યારે મારામારીની ઘટના બની હતી.

આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર બાપુનગરમાં પોતાના પતિ સાથે રહે છે અને ગત 9 ઓગસ્ટના રોજ મહિલા કોઈ કારણોસર દાણીલીમડા પોતાના ઘરે આવી હતી. તેમના ઘરે લાઈટ ના હોવાથી ફરિયાદી પોતાની પુત્રીને લઈ આરોપીના ઘરે સુવા ગયા હતા. મહત્વ નું છે કે ફરિયાદી જયારે આરોપીના ઘરે સુવા ગઈ હતી તે સમય આરોપીની પત્ની અને પુત્રી પણ ઘરે હતા છતાં તે રાતે આરોપીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.


આ પણ વાંચો - હવે ખાનગી મેડિકલ કોલેજોની મનમાની, ફી ભરવા દબાણ કરતા વિદ્યાર્થીઓએ મૌન તોડ્યું

હાલ દાણીલીમડા પોલીસે આરોપી શાહનવાઝની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ મામલે એસીપી મિલાપ પટેલે કહ્યું હતું કે ઘટના બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી પકડાઈ ગયો છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: August 11, 2020, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading