અમદાવાદના ચેતવણીરૂપ કિસ્સો! ચા પીવાનું એક મહિલાને ભારે પડ્યું, ત્રણ વર્ષ સુધી તેની સાથે થયું ગંદુ કામ
અમદાવાદના ચેતવણીરૂપ કિસ્સો! ચા પીવાનું એક મહિલાને ભારે પડ્યું, ત્રણ વર્ષ સુધી તેની સાથે થયું ગંદુ કામ
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad Crime News: મહિલાએ ચા પીવડાવી મકાન માલિક સાથેના બીભત્સ ફોટો વાયરલ (photos viral) કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી મકાન માલિક સાથે શરીર સંબંધ (physical relation) બાંધવા મજબુર કરી હતી.
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ બળાત્કારની (Rape complaint) ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર મહિલા એક મકાનમાં ભાડે રહેવા ગઈ ત્યાં એક મહિલાના સંપર્કમાં આવી ધાગા તોડવાનું કામ લીધું હતું. જે મહિલાએ ચા પીવડાવી મકાન માલિક સાથેના બીભત્સ ફોટો વાયરલ (photos viral) કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી મકાન માલિક સાથે શરીર સંબંધ (physical relation) બાંધવા મજબુર કરી હતી. આરોપી મકાન માલિકે શારીરિક સંબંધ બાંધી પુત્રને મારી નાખવાની ધમકી આપી આપી ફરિયાદીના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહિલા એક મહિનાથી ભાડાના મકાનમાં પતિ તથા દીકરા સાથે રહે છે. આ મહિલાનો મોટો દીકરો તેની સાસુ સાથે રહે છે. ચારેક વર્ષ પહેલા આ મહિલા ઠક્કર નગર એક સોસાયટીમાં રહેતી હતી તે મકાન વેચીને તે અન્ય સોસાયટી ખાતે એક મકાનમાં ભાડેથી રહેવા ગઈ હતી અને પંદરેક દિવસ પછી સોસાયટીમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવી હતી.
આ મહિલા પંજાબી ડ્રેસના ધાગા તોડવાનું કામ આપતી હોવાથી ભોગ બનનાર મહિલાએ તે કામ લીધું હતું અને બાદમાં પોતાના ઘરે બોલાવી ધાગા તોડવાનું કામ કરતી હતી અને કામ પૂરું કરીને તે મહિલાને આપતી હતી. અનેકવાર સંપર્કમાં આવ્યા બાદ જ્યારે ત્રીજી વાર મહિલા તે આરોપી મહિલાના ઘરે ગઈ હતી ત્યારે તે મહિલાએ ચા પીવડાવી હતી અને બાદમાં ચા પીધા બાદ આ મહિલાને ચક્કર આવવા લાગ્યા હતા અને મહિલા બેભાન થઈ ગઈ હતી.
ત્યારબાદ આ મહિલા ભાનમાં આવી ત્યારે આરોપી મહિલા એ તેના ફોનમાં મકાન માલિક સાથેના બીભત્સ ફોટા બતાવ્યા હતા અને કહ્યું કે હવેથી તારે મકાન માલિક સાથે શરીર સંબંધ રાખવો પડશે અને એવું નહીં કરે તો આ ફોટા તારા પતિને બતાવી દઈશ એવી ધમકી આપી હતી.
બાદમાં મહિલાનો મકાનમાલિક અવારનવાર જ્યારે મહિલા એકલી હોય ત્યારે આવી તેને ડરાવી ધમકાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. સતત ત્રણ વર્ષ સુધી મકાન માલિકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેના દીકરાને મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મહિલા આ મકાન માલિકથી કંટાળી ગઈ હતી અને અન્ય જગ્યાએ ભાડેથી મકાન રાખી ત્યાં રહેવા ગઈ હતી. ત્યારે પણ મકાન માલિક આ મહિલાને કોઈ કામ અર્થે બહાર ગઇ હોય ત્યારે રસ્તામાં મળી ધમકી આપતો હતો. જેના કારણે મહિલા તેના દીકરાને સ્કૂલમાં પણ મોકલતી નહોતી.
આખરે ત્રણ વર્ષ સુધી મકાનમાલિક અને આરોપી મહિલાનો ત્રાસ સહન કર્યા બાદ પોલીસનો સંપર્ક કરતાં કૃષ્ણ નગર પોલીસે આ મામલે આરોપી મહિલા અને મકાન માલિક સામે બળાત્કાર તેમજ ધાક-ધમકી આપી હોવાનો ગુનો નોંધી બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર