અમદાવાદ: પતિની હોટલે જમવા આવતા યુવક સાથે પરણિતાને પ્રેમ થયો, શરીર સંબંધ બાંધી યુવકે દગો આપ્યો

News18 Gujarati
Updated: November 9, 2019, 10:29 PM IST
અમદાવાદ: પતિની હોટલે જમવા આવતા યુવક સાથે પરણિતાને પ્રેમ થયો, શરીર સંબંધ બાંધી યુવકે દગો આપ્યો
પ્રતિકાત્મક તસવીર

યુવકે મહિલાને લગ્ન કરવાનો વાયદો આપી શરીર સુખ માણ્યું હતું. જોકે, દસ વર્ષ બાદ પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મહિલાને લાગી આવ્યું

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજીબ પ્રેમ કહાનીમાં દગો મળ્યો હોવાની ઘટના સામે આવી છે. પતિની હોટલ પર જમવા આવતા યુવક સાથે પ્રેમ થઇ જતા મહિલાએ પતિને છોડી દીધો હતો. ત્યારબાદ તે પોતાના સંતાન સાથે અલગ રહેતી હતી. જ્યાં યુવકે મહિલાને લગ્ન કરવાનો વાયદો આપી શરીર સુખ માણ્યું હતું. જોકે, દસ વર્ષ બાદ પ્રેમીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મહિલાને લાગી આવ્યું હતું. જેથી તેણે મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રખિયાલ પોલીસ મથકમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.

રખિયાલમાં રહેતી એક યુવતી લગ્ન 20 વર્ષ અગાઉ તેના જ સમાજમાં થયા હતા. ત્યારે પતિ અમરાઇવાડીમાં હોટલ ચલાવતો હતો. જ્યાં ગ્રાહક તરીકે નિયમિત ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામનો યુવક આવતો હતો. જ્યાં યુવતીની આંખો ધર્મેન્દ્રસિંહ સાથે મળી ગઇ હતી. આ મામલે પતિને શંકા જતા ઝઘડો થયો હતો. ત્યારબાદ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો અને 2009માં યુવતીએ છૂટાછેડા લઇ લીધા હતા.

આખરે પરણિતા પોતાના બે સંતાનો સાથે રખિયાલ રહેવા જતી રહી હતી. ત્યારે ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તું આજીવન મારી છે અને હું તારી સાથે રહેવાનો છું અને ભરણપોષણ પણ કરીશ. તે સમયે ધર્મેન્દ્રએ લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. અલગ રહેવા ગયા બાદ ધર્મેન્દ્ર અવારનવાર શરીર સુખ માણતો હતો. જેથી યુવતીબે વખત સગર્ભા પણ બની હતી.

ત્યારબાદ યુવતીએ લગ્ન કરવા જણાવ્યું હતું, જોકે, ધર્મેન્દ્રએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને પછી વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું. આ દરમિયાન જૂન 2019માં ધર્મેન્દ્રએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ધર્મેન્દ્રએ પરણિત પ્રેમિકાને જણાવ્યું હતું કે, હવે આપણી વચ્ચે કોઇ સંબધ નથી. જેથી લાગી આવતા યુવતીએ મચ્છર મારવાની દવા પી લીધી હતી.

આ અંગે યુવતીના દીકરાને જાણ થતા તાત્કાલીક સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં યુવતીને લઇ જવામાં આવી હતી. જ્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે યુવતીનું નિવેદન લઇ ધર્મેન્દ્રસિંહ સામે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ મામલે રખિયાલ પોલીસે જણાવ્યું કે, યુવતીએ બળાત્કાર, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ધર્મેન્દ્ર સામે કરી છે. જેમાં સાક્ષી તરીકે યુવતીએ તેના બન્ને સંતાનોને દર્શાવ્યા છે અને ભાડે મકાન રાખ્યા બાદ ધર્મેન્દ્ર અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારતો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
First published: November 9, 2019, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading