Home /News /madhya-gujarat /Ahmedabad news: તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું, પરિણીતાને જેઠની ધમકી
Ahmedabad news: તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું, પરિણીતાને જેઠની ધમકી
પ્રતીકાત્મક તસવીર
Ahmedabad crime news: પરિણીતાના (married woman) સાસુ સસરા દ્વારા (in laws) રૂપિયા સાત લાખ લઈ આવવા માટેની માંગ કરવામાં આવત હતી અને જો રૂપિયાના આપે તો બે ત્રણ લાખ આપી છૂટાછેડા (divorce) આપી દેવા માટે કહેતા હતા.
અમદાવાદઃ અમદાવાદ શહેરના (Ahmedabad news) સરદારનગર વિસ્તારમાં પરિણીતાને પતિ અને સાસરિયા શારીરિક (domestic violence) તેમજ માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના (married woman) સાસુ સસરા દ્વારા (in laws) રૂપિયા સાત લાખ લઈ આવવા માટેની માંગ કરવામાં આવત હતી અને જો રૂપિયાના આપે તો બે ત્રણ લાખ આપી છૂટાછેડા (divorce) આપી દેવા માટે કહેતા હતા.
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ સસરા અને જેઠ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આરોપ છે કે લગ્નના ત્રણેક મહિના સુધી તેને સારી રીતે રાખી હતી.
બાદમાં તેના પતિ અને સસરા દારૂ પીને આવીને તેની સાથે બોલાચાલી કરતા હતા. તેના સાસુ તેને એકલા રાખતા અને પગાર પણ ઘરમાં આપી દેવા માટે દબાણ કરતા હતા. જોકે ત્રાસથી પરિણીતા તેના પિયર જતા રહેતા તેનો પતિ ત્યાં આવ્યો હતો અને તેના સાસુએ કહ્યું છે કે જો સાત લાખ રૂપિયા આપવા હોય તો જ તેઓ અલગ રહેવા દેશે, નહિ તો બે ત્રણ લાખ આપીને છૂટાછેડા આપી દે.
જો કે બાદમાં તેના સાસુ સસરા અલગ રહેવા જતા પરિણીતા તેના પતિ સાથે રહેવા ગઈ હતી. પરંતુ બે મહિના બાદ પરિણીતાએ પૈસા આપવાનું બંધ કરી દેતા તેનો પતિ દારૂ પીને ત્રાસ આપતો હતો.
એટલું જ નહિ તેના મિત્રોની સામે જ તેની સાથે ઝઘડો કરી બોલાચાલી કરતો હતો. જો કે એક દિવસ તેનો પતિ બહાર લઈ ગયો હતો અને રસ્તા માં એકલી છોડી ને જતો રહ્યો હતો. બાદ માં કોઈ સંપર્ક રાખ્યો ના હતો.
તેના સાસુ સસરાએ ધમકી આપી હતી કે અમે તને બદનામ કરી નાંખીશું, શાંતિથી રહેવા દઈશું નહિ. જ્યારે તેના જેઠએ ધમકી આપી હતી કે તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું. હાલમાં પોલીસએ પરિણીતાની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.