Home /News /madhya-gujarat /

Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: મહિલાના દાદાની તબિયત ખરાબ થતાં તેણે આવવા માટે ની જાણ પતિ (Husband) અને સાસુને કરતા તેઓએ સ્પષ્ટ ના કહી દીધી હતી. પરંતુ અન્ય સગા સંબંધીઓના કહેવાથી મહિલાને પિયર મોકલી હતી.

અમદાવાદ: ઘરની નાની નાની બાબતોમાં પરિણીતા (Married woman) પર શારીરિક અને માનસિક અસહ્ય ત્રાસ (harassment) આપતા અંતે તેણે કંટાળીને પતિ, સાસુ સસરા, તેમજ નણંદ વિરૂધ્ધ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં (police station) ફરિયાદ દાખલ કરાવી છે.

આંબાવાડી વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. મહિલાનો પતિ બહર ગામ નોકરી કરતો હોવાથી તેઓ ત્યાં રહેવા માટે ગયા હતા. મહિલાના દાદાની તબિયત ખરાબ થતાં તેણે આવવા માટે ની જાણ પતિ અને સાસુને કરતા તેઓએ સ્પષ્ટ ના કહી દીધી હતી. પરંતુ અન્ય સગા સંબંધીઓના કહેવાથી મહિલાને પિયર મોકલી હતી.

જ્યાં તે બે મહિના જેટલો સમય રોકાયા બાદ પરત તેના સાસરે ગઈ હતી. બાદમાં તેના પતિને અન્ય જગ્યાએ નોકરી મળતા તેઓ ત્યાં રહેવા માટે ગયા હતા. પરંતુ ત્યાં ગયા ના મહિના બાદ જ તેના પતિ સાસુ સસરા નાની નાની બાબતોમાં અવાર નવાર કહેવા લાગેલ કે તારી જરૂર નથી, તું જતી રહે છુટાછેડા આપીને. તેનો પતિ પણ તને મારી સાથે ના ફાવતું હોય તો છૂટાછેડા આપીને જતી રે એવું કહેતો હતો.

આ પણ વાંચોઃ-Accident: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત

મહિલાને પ્રેગ્નન્સી રહી જતા તેણે આ બાબતની જાણ તેના સાસરિયાને કહી હતી ત્યારે તેમણે તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરા ની જરૂર નથી..કહીને દવાખાને લઈ જઈને પ્રેગ્નન્સી કઢાવી દીધી હતી. ચા બનાવવા જેથી નજીવી બાબત માં તેનો પતિ તેણે માર મારતો.

આ પણ વાંચોઃ-Domestic Violence: અમદાવાદના ધંધામાં નુકસાન થતાં પતિએ દહેજ માંગી પત્નીના કર્યા હાલ બેહાલ

કેટલાક દિવસ અગાઉ તેના પતિ એ તેણે માર મારતાં તે ઘર ની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના સસરા એ દરવાજો બંધ કરી દેતા હાથ ના ભાગે ઇજા પહોંચી હતી. નણંદ બીભત્સ શબ્દો બોલતી હતી.

આમ અવાર નવાર નજીવી બાબતેમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંતે મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર