Home /News /madhya-gujarat /અમદાવાદ : વારંવાર પિયર જવાનું થાય છે! તો આ કહાની વાંચશો, 'એક યુવતી સાથે થયું એવું...'

અમદાવાદ : વારંવાર પિયર જવાનું થાય છે! તો આ કહાની વાંચશો, 'એક યુવતી સાથે થયું એવું...'

વેજલપુરની યુવતીએ પતિ અને સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

વેજલપુર (Vejalpur) માં રહેતી 20 વર્ષીય યુવતીના ચાંદખેડા (Chandkheda) ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2020માં લગ્ન થયા હતા. હાલ તેને 9 માસનો એક દીકરો પણ છે. લગ્ન બાદ કોઈ કામ માટે પિયરે જતી યુવતીએ પતિ અને સાસરીયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

વધુ જુઓ ...
અમદાવાદ : હજુય સમાજમાં ઘણા જુનવાણી વિચાર ધરાવતા સાસરિયાઓ જોવા મળે છે. જેઓ પોતાની દીકરી પિયરમાં આવીને લાંબો સમય રહે તો વાંધો નહિ પણ વહું ક્યારેક પિયર જાય તો ત્રાસ આપવા લાગે છે. આવી જ એક ઘટના શહેર પોલીસના ચોપડે નોંધાઈ છે. જેમાં સાસરિયાઓએ પહેલાં યુવતિને ઘરકામ બાબતે ત્રાસ આપ્યો અને બાદમાં વારંવાર પિયર પિતા ના ઘરે કેમ જાય છે કહીને ઝગડો કરી માર માર્યો હતો. જે મામલે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાલ વેજલપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીના ચાંદખેડા ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2020માં લગ્ન થયા હતા. હાલ તેને 9 માસનો એક દીકરો પણ છે. લગ્ન બાદ સાસરે ગયા બાદ આ યુવતીને તેના પતિએ ઘરકામ બાબતે બોલાચાલી કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ સસરા અને દિયર પણ ઘરકામ બાબતે બોલાચાલી કરી યુવતીના પતિને ચઢામણી કરી ત્રાસ આપવા લાગ્યા અને માર મારતા હતા.

આ બાબતોની જાણ યુવતીએ તેની માતાને કરતા માતાએ પુત્રીને સમજાવી ઘર સંસાર બચાવ્યો હતો. થોડા સમય પહેલા યુવતીના પિતાની તબિયત બગડતા યુવતીએ પિયર જવાની વાત કરી તો પતિએ ના પાડી દીધી હતી. છતાંય યુવતી પિયર ગઈ અને તે બાબતે પતિએ ઝગડો કર્યો હતો. બાદમાં સમજુતી કરી પતિ તેને પરત પોતાના ઘરે લઈ ગયો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...

યુવતીના મામા ના દીકરા ના ઘરે દીકરાનો જન્મ થતા તે આવી હતી. ત્યારથી તે તેના માતા પિતા સાથે હતી. ત્યારે યુવતીનો પતિ અને સસરા સહિતના લોકો આવી ગયા અને તારે ઘર માંડવાનું છે કે નહીં તેમ કહી યુવતીના પિયરમાં બખેડો કર્યો હતો. યુવતીના માતા પિતાએ શાંતિથી વાત કરવાનું કહેતા યુવતીના સાસરિયાઓ આવેશમાં આવી ગયા અને જ્યારે હોય ત્યારે તારા પિતાના ઘરે કેમ આવી જાય છે કહીને માર માર્યો હતો. કંટાળીને યુવતીએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસ આવી અને યુવતીની માનસિક શારીરિક ત્રાસની સાસરિયાઓ સામે ફરિયાદ નોંધતા વેજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Domestic Violance, Married woman, અમદાવાદ, અમદાવાદ સમાચાર

विज्ञापन
विज्ञापन