અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ (married woman) તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના સાસરિયાઓ દહેજ માંગી ત્રાસ આપતા હતા. યુવતીનો પતિ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો અને નશામાં આવી પેટમાં માર મારી નશો ઉતરે એટલે માફી માંગતો હતો. સાસુ અવાર નવાર પિયર ન જવા દઈ ત્રાસ આપતી હતી. પતિ પણ લાખો રૂપિયા દહેજ માંગી યુવતીને ત્રાસ આપતો હતો. સાસરિયાઓએ યુવતીના પિતાને તેમની દીકરી પૈસા નહિ લાવે તો મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલોસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાર્ગવ રોડ પર રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2019મા એક યુવક સાથે લગ્ન થયા હતા. પંદરેક દિવસ બાદ આ યુવતીને સાસરિયાઓએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. દહેજ ઓછું લાવી છે કહીને ત્રાસ આપવાનું શરૂ કરી યુવતીને બધા વચ્ચે સાસરિયાઓ અપમાનિત કરતા હતા. વધુ દહેજ ન લાવતા યુવતી જ્યારે સોફા ખુરશી પર બેસે તો સાસુ તેને કહેતી કે તારા માં બાપે આ સોફા ખુરશી નથી લાવી આપ્યા કહીને નોકરની જેમ ઘરકામ કરાવતા હતા. યુવતીનો પતિ અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ રાખતો હતો. દારૂ પીને આવી પત્નીને પેટમાં લાતો મારતો હતો અને બાદમાં નશો ઉતરી જાય એટલે માફી માંગતો હતો.
આટલું જ નહીં, યુવતીના પિયરમાં કોઈ પ્રસંગ હોય તો તેને જવા દેતાં નહિ. સાસુ બીમારીનું બહાનું કાઢી યુવતીને ક્યાંય જવા દેતી નહિ. યુવતીના પિતાએ મકાન વેચતા લાખો રૂપિયા આવતા યુવતીના સાસરિયાઓની નજર તે રૂપિયા પર હતી અને અવાર નવારતે રૂપિયા લઈ આવવા દબાણ કરી ત્રાસ આપતા હતા.
યુવતીના માતા પિતાને પણ સાસરિયાઓએ ધમકી આપી કે, તમે રૂપિયા આપો બાકી તમારી દીકરીને સળગાવી મારી નાખીશું અને લાશની ભાળ પણ નહીં મળે. જેથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ આપતા મેઘાણી નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર