અમદાવાદઃ શહેરના રામોલની પરિણીતાની (Married woman) સાબરમતી નદીમા (sabarmati river) મૃતહેદ મળ્યો હતો. મહિલાના પરિવારજનોએ હત્યા (woman murder) કરીને લાશ નદીમા ફેકી દીધી હોવાનો આક્ષેપ કરતા મહિલાની અંતિમ વિધિ અટવાઈ છે. મહિલાની માતાએ દીકરીની હત્યાનો આરોપ લગાવતા પોલીસે (police) તપાસ શરૂ કરી હતી.
ન્યુ મણિનગરમા આવેલા શ્રીનંદ 10મા રહેતી પરિણીતાનો મૃતદેહ રિવરફ્ન્ટ નજીર સાબરમતી નદીમાથી મળી આવ્યો. આશા શર્મા નામની 42 વર્ષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ તેના પતિ નરેશપ્રસાદ શર્માને સોંપ્યો હતો.
મૃતક મહિલાની તસવીર
આશાના મૃત્યુની જાણ દિલ્હીમા રહેતી માતા અને બહેનોને થતા તેઓ દિલ્હીથી અમદાવાદ પહોચ્યા હતા. જયા આશાબેનની અંતિમવિધીની તૈયારીઓ ચાલતી હતી. પરિવારે આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આશાબેનના પતિ નરેશ શર્મા અને પુત્ર નીખીલએ કરી હોવાનો આરોપ લગાવીને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
આશાબેન અને નરેશપ્રસાદ શર્માનો 25 વર્ષનો લગ્ન જીવન છે. તેમને 21 વર્ષનો દીકરો નીખીલ અને 18 વર્ષની દીકરી છે. છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલે છે. અગાઉ દીકરાએ આશાબેનને કાચ માર્યો હોવાનો આરોપ તેની બહેનોએ લગાવ્યો હતો.
પતિ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. અને માનસિક ત્રાસ પણ આપતો હોય છે. જેનાથી કંટાળીને આશાબેન દિલ્હી આવી ગયા હતા. પરંતુ દીકરી માટે પરત અમદાવાદ આવ્યા હતા.
જો કે મૃતક મહિમાના માતા અને બહેનએ મૃતકનો અગ્નિ સંસ્કાર દિલ્હીમાં કરવાની માંગ કરી છે. જ્યારે તેના પતિ અને દીકરો અમદાવાદમાં અગ્નિ સંસ્કાર કરવા માંગી રહ્યા છે. જેને પરિણામે પોલીસે હાલમાં મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવી આપ્યો છે. જો કે મૃતક મહિલાના બહેનના આક્ષેપને લઈને પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર