પરણિતાનો આક્ષેપ: નોકરીમાં પ્રમોશન માટે પતિ બોસ સાથે શારિરીક સંબંધ બાંધવા કરતો દબાણ

News18 Gujarati
Updated: June 4, 2018, 5:08 PM IST
પરણિતાનો આક્ષેપ: નોકરીમાં પ્રમોશન માટે પતિ બોસ સાથે શારિરીક સંબંધ બાંધવા કરતો દબાણ

  • Share this:
પરણિતાને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે, પરંતુ આજે પણ આપણા દેશમાં ઘરની લક્ષ્મીને વારંવાર તિરસ્કૃત કરવામાં આવતી હોય તેવા કેટલાએ કિસ્સા સામે આવે છે. સ્ત્રીઓના સન્માન માટે સરકારે કાયદા પણ ઘણા બનાવ્યા છે, તો પણ હજુ સમાજમાં સ્ત્રી સાથે અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અહીં એક પરણિતા પર શારિરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નારણપુરામાં એક પરિણિતાએ તેના સાસુ અને સસરા સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આક્ષેપ છે કે તેનો પતિ નોકરીમાં પ્રમોશન માટે તેના બોસ સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો.

પીડીતાએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો અને બહારની છોકરીઓ લાવી તેના બોસ સુધી પહોચાડતો. પતિની સાથે પરિણિતાએ સસરા પર પણ તેના દાગીના વેચી માર્યાનો આરોપ લગાવ્યો છે. વારંવાર શારિરીક માનસિક ત્રાસથી ત્રસ્ત મહિલાએ આખરે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા છે.
First published: June 4, 2018
વધુ વાંચો
अगली ख़बर