અમદાવાદ : બે પુત્રીની માતાને Insta પર પરિણીત પુરુષે પ્રેમજાળમાં ફસાવી અને...

News18 Gujarati
Updated: September 8, 2019, 3:40 PM IST
અમદાવાદ : બે પુત્રીની માતાને Insta પર પરિણીત પુરુષે પ્રેમજાળમાં ફસાવી અને...
પ્રતિકાત્મક તસવીર

તેને ઈન્સ્ટાગ્રામ પર રિશી પરમાર નામની વ્યકિતએ રિકવેસ્ટ મોકલી હતી. જે મહિલાએ સ્વીકારતા રસિક પરમાર નામના પુરુષ સાથે વાત થઈ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાને પરિણીત પુરુષે ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. અંતે તેને તરછોડી દીધી હતી. આ મહિલાને બે પુત્રીઓ પણ છે. મહિલાએ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આ મહિલા સાબરમતી વિસ્તારમાં પતિ તથા બે પુત્રીઓ સાથે રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર રિશી પરમાર નામની વ્યકિતએ રિકવેસ્ટ મોકલી હતી. જે મહિલાએ સ્વીકારતા રસિક પરમાર નામના પુરુષ સાથે વાત થઈ હતી. રસિકે મહિલાને લગ્ન કરવા માટે પતિથી છુટાછેડા લેવાનું કહ્યું હતું. જેથી મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જે બાદ મહિલાએ પતિને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : રાત્રે મંદિરના ઓટલે રડતી હતી કિશોરી, કારણ જાણી તમામ ચોંક્યા!

આ વાતની જાણ મહિલાએ રસિકને કરતા તેણે તેને દહેગામ બોલાવી હતી. જે બાદ તેને ભાડાના ઘરમાં રાખી હતી. દરમિયાન મહિલાના માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યાની જાણ થતા રસિકે મહિલાને તરછોડી દીધી હતી. આ દરમિયાન રસિક અને તે મહિલા સાથે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. જેથી માતા સાથે મળીને મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પતિ અને સાસરીયાઓ ત્રાસ આપતા હોવા અંગે રસિકે મહિલાને પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી હતી. રસિકે મહિલાને તેના પરિવારથી અલગ કરી દેવાનાં ઘણાં જ પ્રયાસો કર્યા હતાં.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर