Home /News /madhya-gujarat /

અમદાવાદ : પરિણીત પ્રેમી ઉત્તરાયણમાં સગીરાને ઘરમાં ખેંચી ગયો, મ્યુઝિક સિસ્ટમનું વોલ્યૂમ ફૂલ કરી બળજબરી કરી

અમદાવાદ : પરિણીત પ્રેમી ઉત્તરાયણમાં સગીરાને ઘરમાં ખેંચી ગયો, મ્યુઝિક સિસ્ટમનું વોલ્યૂમ ફૂલ કરી બળજબરી કરી

પ્રતિકાત્મક તસવીર

સગીરા બચવાના પ્રયાસો કરી રહી હતી ત્યારે યુવકે કાચની બોટલમાંથી કોઇ પ્રવાહી પીવડાવી દીધું હતું. જે બાદમાં સગીરાને ચક્કર આવવા લાગ્યા હતા.

અમદાવાદ : શહેરમાં દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના પ્રેમી સામે જ ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન જબરદસ્તીથી આરોપી સગીરાને તેના ઘરમાં લઇ ગયો હતો અને ત્યાં તેને ધમકીઓ આપી તેને કોઇ પ્રવાહી પીવડાવી તેની સાથે બળજબરી કરી હતી. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીએ મ્યુઝિક સિસ્ટમ ફૂલ વોલ્યૂમ પર રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. વાડજ પોલીસે આ મામલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રેમી યુવક સગીરાને ઘરમાં ખેંચી ગયો

નવા વાડજમાં રહેતી એક સગીરા બંગલાઓમાં કામ કરે છે, તેમજ તેના પરિવાર સાથે રહે છે. સગીરાને તેના પાડોશી યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે. આ યુવક પરિણીત છે અને બાળકો પણ છે. જોકે, તેણે પોતાની હવસ સંતોષવા માટે સગીરા સાથે પ્રેમનું નાટક રચ્યું હતું. ઉત્તરાયણના દિવસે બંગલાઓમાં કામ પતાવીને સગીરા ઘરે આવી હતી. સગીરા પોતાના ઘરની બહાર આવી ત્યારે પાડોશી પ્રેમી યુવક તેને ખેંચીને પોતાના ઘરમાં લઇ ગયો હતો.



પરિણીત પ્રેમીએ સગીરાને ફટકારી

ઘરમાં લઇ ગયા બાદ તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી તેમ કહીને યુવકે સગીરાને પટ્ટાથી ફટકારી હતી. સગીરા બચવાના પ્રયાસો કરી રહી હતી ત્યારે યુવકે કાચની બોટલમાંથી કોઇ પ્રવાહી પીવડાવી દીધું હતું. જે બાદમાં સગીરાને ચક્કર આવવા લાગ્યા હતા. જે બાદમાં તે સગીરાના કપડાં કાઢી તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ સમયે સગીરાના ભાઇનો ફોન આવતા આરોપીએ સગીરાના મોઢે દુપટ્ટો બાંધી મ્યુઝિક સિસ્ટમનું વોલ્યૂમ ફૂલ કરી સગીરાને ઘરમા બંધ કરી જતો રહ્યો હતો.

જે બાદમાં ઘરે પરત આવીને તેણે સગીરાને માર માર્યો હતો. સગીરાએ દુપટ્ટો કાઢીને બૂમાબૂમ કરતા તેના પરિવારજનો આવી ગયા હતા અને સગીરાને કપડાં પહેરાવ્યાં હતાં. આરોપીએ સગીરાના પરિવારને ધમકી આપી કે તેને સગીરા સાથે પ્રેમ સંબંધ છે, જો તેઓ પોલીસ કેસ કરશે તો સમાજમાં બદનામ કરી દેશે. આ મામલે સગીરાને પરિવારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Couple, Lover, અફેર, અમદાવાદ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन