પતિ પત્ની ઓર વોઃ અમદાવાદમાં પરિણીતાએ છૂટાછેડા વગર પ્રેમી સાથે લગ્ન કર્યા

News18 Gujarati
Updated: September 25, 2019, 5:08 PM IST
પતિ પત્ની ઓર વોઃ અમદાવાદમાં પરિણીતાએ છૂટાછેડા વગર પ્રેમી સાથે લગ્ન કર્યા
પ્રતિકાત્મક તસવીર

ખાનગી હોસ્પીટલમાં (Hospital)નોકરી કરતી એક પરિણીત યુવતીને (Married girl) પ્રેમ (love)થઈ જતા તે પોતાના પ્રેમી સાથે આશરે 10 દિવસ પહેલા ભાગી ગઈ હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં શું કરવું એના માટે પોલીસ (Police)પણ દુવિધામાં છે. કૃષ્ણનગર વિસ્તારમાં બનેલો આ કિસ્સો હાલ ચર્ચાનો વિષય છે. કારણ કે ત્રણ પક્ષોના લોકો પોલીસ સ્ટેશનમાં (police station) પહોંચ્યા હતા.

શહેરના શહેરકોટડા વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પીટલમાં (Hospital)નોકરી કરતી એક પરિણીત યુવતીને (Married girl) પ્રેમ (love)થઈ જતા તે પોતાના પ્રેમી સાથે આશરે 10 દિવસ પહેલા ભાગી ગઈ હતી.

કૃષ્ણનગર વિસ્તારમાંથી ભાગી ગયેલી આ પરિણીત યુવતીના ઑડિટર પતિએ ગુમ થયાની અરજી આપી હતી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. પરંતુ પતિને ખ્યાલ હતો કે તેની પત્ની કોઈ અન્ય યુવક સાથે ભાગી ગઈ છે. જેથી તેને પોલીસ તપાસમાં મદદ કરી અને પત્ની પોતાના પ્રેમી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે.

ચોંકાવનારી વાત તો એ છે કે પરિણીત યુવતી હાજર તો થઈ પરંતુ જેની સાથે તે ભાગી હતી તેની સાથે તે લગ્ન કરી સર્ટિફિકેટ લઈ હાજર થઈ છે. ત્યારે પતિએ વિરોધ કરતા કહ્યું કે પહેલાથી પરિણીત હોવાથી આ લગ્ન માન્ય નથી.

મળતી માહિતી પ્રમાણે યુવતી એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતી હતી. અને તેની હૉસ્પિટલની પાસે એક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. ત્રણ વર્ષ પહેલા લગ્ન કરેલા યુવતીએ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને જેને લઈ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-'તમે અહીં શું કરો છો,' નકલી પોલીસ યુવક-યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગઈનોંધનીય છે કે પોલીસનું કહેવું છે કે બન્ને લોકો હાજર થયા છે અને બન્ને દરિયાપુર વિસ્તારમાં લગ્ન કર્યા છે જેથી દરિયાપુરમાં ફરિયાદ દાખલ થશે.પરિણીત યુવતી અને તેનો પ્રેમીએ ખોટી રીતે દાખલાઓ આપી લગ્ન કર્યા હશે જેથી બન્ને સામે ખોટી રીતે દાખલો આપી છેતરપિંડી કરવાનો ગુનો દાખલ થઈ શકે છે. હાલ તો પતિ-પત્ની અને પ્રેમી ત્રણેયના પરિવારજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હાજર છે અને પોલીસે તેમની પૂછપરછ કરી રહી છે.
First published: September 25, 2019, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading