Lothal ખાતે Rs 500 કરોડનાં ખર્ચે બનાવાશે મેરિટાઈમ કોમ્પલેક્ષ: મનસુખ માંડવિયા

News18 Gujarati
Updated: September 21, 2019, 7:18 PM IST
Lothal ખાતે Rs 500 કરોડનાં ખર્ચે બનાવાશે  મેરિટાઈમ કોમ્પલેક્ષ: મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી માંડવિયા

આ સેમિનાર અંગે પોર્ટ સેક્ટરમાં રહેલી તકો અને પડકારો અંગે ચર્ચા કરવા માટે આજે નેધરલેન્ડના NBSO એમ્બસીના ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ કમિશનર અમલાન બોરા હાજર રહ્યા હતા.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી મેરિટાઈમના પડકારો અને તકો તથા નેવીના મહત્વ વિશે ઈન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં પોર્ટ સેક્ટર સાથે સંકળાયેલાં મહાનુભાવો તથા પોર્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરતાં યુવાનો માટે આ સેમિનાર આગામી 23 સપ્ટેબર સુધી ચાલશે.

આ સેમિનાર અંગે પોર્ટ સેક્ટરમાં રહેલી તકો અને પડકારો અંગે ચર્ચા કરવા માટે આજે નેધરલેન્ડના NBSO એમ્બસીના ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ કમિશનર અમલાન બોરા હાજર રહ્યા હતા.

આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, લોથલ ખાતે આધુનિક મેરિટાઈમ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. આશરે, રૂપિયા 500 કરોડનાં ખર્ચે મેરિટાઈમ કોમ્પલેક્ષ આધુનિક હશે. ભારત દેશના મેરિટાઈમ ઈતિહાસને આ કોમ્પલેક્ષમાં કંડારવામાં આવશે. આ સાથે ગિફટ સીટીમાં પણ મેરિટાઈમ પાર્ક બનશે. જે ગુજરાતનાં પોર્ટ સેક્ટરના વિકાસ માટે અતિ મહત્વનો બની રહેશે. ભારત સરકારે આ પ્રોજેક્ટ માટે તૈયારી કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ડાયરેક્ટરની નિમણૂક પણ થઈ ચૂકી છે,”.

લૉજિસ્ટિક કોસ્ટ ઘટાડવા માટે ભારતે કંઇક કરવું પડશે: માંડવિયા

ભારત ભૂતકાળમાં મેરિટાઈમનું કેપિટલ હતું અને ભવિષ્યમાં પણ હજુ સારો વિકાસની સંભાવનાઓ છે. આ માટે ભારત સરકારનો સાગરમાલા પ્રોજેક્ટ અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ સાથે ભારતની લૉજિસ્ટિક કોસ્ટ વધુ હોવાનું પણ જણાવ્યું છે. વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે જણાવ્યું કે, ભારતની સરેરાશ લૉજિસ્ટિક કોસ્ટ 14 ટકા છે અને વિશ્વમાં ભારતનો માલસામાન 5 ટકા મોંઘો થાય છે. આ માટે આગમી સમયમાં ભારતે એકસપોર્ટ થતાં માલસામાનની લૉજિસ્ટિક કોસ્ટ ઘટાડવી પડશે,”.
First published: September 21, 2019, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading