ભાજપની બેધારી નીતિઃ મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત, ગુજરાતમાં પાટીદારોને ઠેન્ગો

News18 Gujarati
Updated: November 19, 2018, 12:06 PM IST
ભાજપની બેધારી નીતિઃ મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત, ગુજરાતમાં પાટીદારોને ઠેન્ગો
પાટીદાર અનામત આંદોલન સમયે જીએમડીસી ગ્રાઉન્ડની તસવીર

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં એક રાજ્યમાં અનામત મળે અને બીજા રાજ્યમાં અનામત ન મળે એવી સ્થિતિ સામે આવતા ભાજપની બે ધારી નીતિ ઉઘાડી પડી ગઈ છે.

  • Share this:
મરાઠા સમાજ માટે મહારાષ્ટ્ર કેબિનેટે અનામત મામલો મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રીમંડળે પછાત આયોગની ભલામણોનો સ્વિકાર કરી લીધો છે. મરાઠા સમાજને અનામત મળવાની સાથે જ ગુજરાતમાં એકવાર ફરીથી પાટાદાર અનામતની માંગ ઉઠવા લાગી છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં એક રાજ્યમાં અનામત મળે અને બીજા રાજ્યમાં અનામત ન મળે એવી સ્થિતિ સામે આવતા ભાજપની બે ધારી નીતિ ઉઘાડી પડી ગઈ છે. આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને ગુજરાતની ભાજપ સરકારને ભેરવી દીધી છે. ભાજપ સરકારની બે ધારી નીતિમાં મરાઠાઓને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે જ્યારે છેલ્લા કેટલાય વરસોથી અનામતની લડાઇ લડતા પાટીદારોને ભાજપ સરકાર લોલીપોપ બતાવી રહી છે.

ગુજરાતમાં પાટીદારો અનામત માટે પાટીદાર અનામત આંદોલન કરીને અનામતની માંગ કરી રહ્યા છે છતાં પણ ભાજપ સરકાર ટસથી મસ થતી નથી. હાર્દિક પટેલ દ્વારા 19 દિવસ સુધી આમણાંત ઉપવાસ કર્યા છતાં રૂપાણી સરકારે પાટીદારો સામે સહેજ ઢીલી ન પડી. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મરાઠાઓને શિક્ષણ,નોકરીમાં અનામત આપવાનો નિર્ણય કર્યો છે જેથી ગુજરાતમાં ભાજપ સરકારની મુશ્કેલી વધી શકે છે.

આ પણ વાંચોઃ- મરાઠા સમાજને મળશે અનામત, મહારાષ્ટ્ર કેબિનેટે પછાત આયોગની ભલામણનો કર્યો સ્વીકાર

હવે મહારાષ્ટ્રમાં મરાઠા સમજાને અનામત મળવાની સાથે જ પાટીદારોએ મહારાષ્ટ્ર પેટર્ન પર અનામત આપવા ભાજપ સરકાર સમક્ષ માંગ કરવા આયોજન કર્યુ છે. સાથે સાથે ભાજપ સરકાર પણ ગુજરાતમાં આ નિર્ણય લે માટે વિરોધ પ્રદર્શન યોજવા બેઠકોનો દોર પણ શરુ કર્યો છે. પરિણામે ભાજપ સરકાર ભીંસમાં મૂકાઇ શકે છે અને ગુજરાત સરકારે પણ પાટીદારો સામે નમતુ જોખી મહારાષ્ટ્ર પેટર્નનો અમલ કરવા તૈયારી કરવી પડશે. એટલે સરકારે પણ કાયદાવિદોની સલાહ લેવાનુ શરુ કર્યુ છે.બે દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રીએ પાટીદારો વધુ નારાજ થાય તે પહેલાં જ મહારાષ્ટ્ર પેટર્નનો અમલ કરવા તૈયારી દર્શાવી હતી.

કલોલમાં આજે જ એસપીજીની બેઠક મળી હતી. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ કહે છેકે,ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી છે.ભાજપે પાટીદારોની અનામતની અરજીઓ અભરાઇએ ચડાવી દીધી છે.પણ ભાજપ ભૂલે છેકે, આ વખતે પાટીદારોએ આખાય ગુજરાતમા ક્યાંય એકતાયાત્રાનું સ્વાગત સુધ્ધાં કર્યુ નથી.૨૫મીએ અમરેલીમાં અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરાવવાની માંગ સાથે વિશાળ સંમેલન યોજાનાર છે. જો ૨૦૧૯ સુધીમાં પાટીદારોને અનામત નહી મળે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ પ્રચાર કરીશું. 
First published: November 19, 2018, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading