Home /News /madhya-gujarat /

કુદરતની 'આંધી' બાદ બુધવારે રાજ્યમાં નેતાઓના ચૂંટણી પ્રચાર દરમિયાન શાબ્દિક 'આંધી'

કુદરતની 'આંધી' બાદ બુધવારે રાજ્યમાં નેતાઓના ચૂંટણી પ્રચાર દરમિયાન શાબ્દિક 'આંધી'

સ્મૃતિ ઇરાની, નવજોત સિદ્ધૂ, વિજય રૂપાણી, જિગ્નેશ મેવાણી

બુધવારે સ્મૃતિ ઇરાની, નવજોતસિંઘ સિદ્ધુ, પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભા ગજવી રહ્યા છે.

  ભરત પટેલ/ આનંદ જયસ્વાલ/યશવંત પટેલ : મંગળવારે રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી વિનાશ વેર્યો હતો. કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યો. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની 'આંધી' ચાલી રહી છે ત્યારે જ કુદરતી 'આંધી'ને કારણે બંને પક્ષો ચિંતામાં મૂકાયા હતા. જોકે, બુધવારે કમોસમી વરસાદનું જોખમ ટળી જતાં ફરીથી બંને પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. બુધવારે ભાજપ તરફથી પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચાર નવજોતસિંઘ સિદ્ધૂએ ખેડાના ઉમેદવાર માટે ચૂંટણી સભા ગજાવી હતી.

  વલસાડમાં સીએમ વિજય રૂપાણીએ ભાજપના ઉમેદાર કે.સી. પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ધરમપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા સીએમ રૂપાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યો હતો. મમતા બેનરજીની પાર્ટીની રેલીમાં બાંગ્લાદેશી કલાકારોની હાજરી પર સીએમ રૂપાણીએ ચાબખા મારતા કહ્યું કે, ઘુસણખોરોને દેશમાં ઘુસાડીને 'ઘરના છોકરા ઘંટી ચાટે' કહેવાત જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના પૈસા ઘુસણખોરો માટે ખર્યાય છે. મત મેળવવા માટે મમતા આવું કરી રહ્યા છે. આસામમાં કોંગ્રેસ જે કરી રહી છે તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે." આ પ્રસંગે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધૂ પર આકરા પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ તેમને નવજાત સિદ્ધુ કહ્યા હતા. રૂપાણીએ કહ્યું કે, "નવજાત સિદ્ધુ તો પાકિસ્તાનમાં જઈને નૌટંકીઓ કરી આવ્યા છે.. ઇમરાન ખાનની દોસ્તીના આધાર ઉપર પાકિસ્તાનની દલાલીઓ પણ કરે છે."

  બનાસકાંઠાના વડાગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેર સભાને સંબોધતા પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ જણાવ્યું કે, "મોદી અને અમિત શાહ થાય એટલા ભડાકા કરી લે પણ પાટણ અને બનાસકાંઠા બેઠક હું નહીં જીતવા દઉં. નરેન્દ્ર ભાઈએ વ્યક્તિગત મારું કઇ બગાડ્યું નથી પણ એ દેશની લોકશાહી અને બંધારણને ખતમ કરવા માંગે છે. તમારી જોડે સરદાર પટેલના સ્ટેચ્યુ માટે 3 હજાર કરોડ છે પણ ગટરમાં ઉતારતાં લોકો માટે પૈસા નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ અંગ્રેજોની ચાપલૂસી કરનારા સંઘ પરિવારના સીધી લીટીના વારસદાર છે. જો ફરીથી આ માણસ સતા ઉપર બેસશે તો આપણને બોલવા નહીં દે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં જ રહીને બધાનો બુચ મારીશ. ગુજરાતમાં જ પલાઠી વાળીને બેસવાનો છું. સૌનો સાથ અને સૌનો વિકાસ ખરો પણ દલિત અને મુસ્લિમ બાદ. હું નરેન્દ્ર મોદીને ઓળખી ગયો છું, તેઓ એકદમ ડરપોક માણસ છે.

  કોંગ્રેસના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધુએ વટામણમાં ખેડા લોકસભાના ઉમેદવાર બિમલ શાહના સમર્થનમાં એક જનસભા સંબોધી હતી. તેમણે આ સભામાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ સભા સંબોધવા માટે વડોદરાથી નીકળતાં પહેલાં ન્યૂઝ 18ને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે 'આજ નિકાલુંગા રાષ્ટ્રવાદ ઉનકા' સભામાં સિદ્ધુએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશની કોઈ સરુક્ષા કરી નથી તો પછી તેઓ શેના ચોકીદાર બની ગયા. તેમણે કહ્યું કે 2014માં ભારતને વિશ્વગુરૂ બનાવવા નીકળ્યા હતા અને બની ગયા ચોકીદાર આ તો પ્રગતિ નહીં અધોગતી છે.

  પાટણ ખાતે યોજાયેલા ભાજપનાં મહિલા તેમજ યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. સ્મૃતિએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીએ 15 વર્ષથી કોઈ કામ નથી કર્યાં. ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓ આવીને રાહુલ ગાંધીના ગુણગાન ગાય છે. આ એવો વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વખતે પોતાના મતક્ષેત્રમાં દર્શન આપે છે. મેં મારા ટ્વિટર પર એક ભાઈનો સંદેશ મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે મેં 40 વર્ષ સુધી વડનગરની સેવા કરી છે, પરંતુ અમેઠીમાં આવ્યો ત્યારે મને ફક્ત ખાડા જ દેખાયા હતા. મારે અમેઠીમાં ગુજરાત જેવો વિકાસ જોવો છે."

  દાંતીવાડા ખાતે જાહેર સભા સંબોધતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, "નરેન્દ્ર મોદીએ લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. ઉદ્યોગપતિઓ બેંકના નાણાં લઈને ફરાર થઈ ગયા છે. સરકારે ખાલી પેપર પર અછતની જાહેરાત કરી છે. પાંચ વર્ષમાં એક પણ યુવાનોને નોકરી આપી નથી. મોદીએ કાળું નાણું લાવી દરેકને 15 લાખ આપવાનું વચન નથી પાળ્યું. સરકારનો એક પણ વિભાગ એવો નથી જ્યાં પૈસા વગર કામ થતું હોય. સત્તા પર આવ્યા તો પહેલા પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપીને બીરિયાની ખવડાવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lok sabha election 2019, Navjot singh siddhu, Smriti Irani, Vijay Rupani, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन