નીતિન પટેલના ઘરે બેઠકનો દૌરઃ અનેક પાટીદાર આગેવાનો મળવા પહોંચ્યાં

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 30, 2017, 3:54 PM IST
નીતિન પટેલના ઘરે બેઠકનો દૌરઃ અનેક પાટીદાર આગેવાનો મળવા પહોંચ્યાં
નીતિન પટેલ ફાઈલ તસવીર

ર્વ મંત્રી નરોત્તમ પટેલ તેમજ એસપીજીના આગેવાનો નીતિન પટેલને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

  • Share this:
ગાંધીનગરઃ નવી રચાયેલી વિજય રૂપાણી સરકારમાં અત્યારથી જ ડખા શરૂ થઈ ગયા છે. ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પાસેથી ફાઈનાન્સ, શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ ત્રણ મહત્વના ખાતા લઈ લેવાતા તેમની નારાજગી હવે સપાટી પર આવી ગઈ છે. ટોચના નેતાઓને તેમની પાસેથી મહત્વના પોર્ટફોલિયો ખૂંચવી લેવાયા અંગે નીતિન પટેલે ગુરુવારે જ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની નારાજગી બે દિવસની અંદર દૂર કરી દેવામાં આવશે. શનિવારે પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ તેમજ એસપીજીના આગેવાનો નીતિન પટેલને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કોંગ્રેસે પણ નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી છે.

પટેલના બે ખાતા રૂપાણીએ લઈ લીધા

આ ઉપરાંત નીતિન પટેલ શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ બીજા બે અગત્યના ખાતા પણ સંભાળતા હતા. આ બંને ખાતા રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. નીતિન પટેલને ઈન્ડસ્ટ્રી કે રેવન્યૂ જેવી એક પણ અગત્યની મિનિસ્ટ્રી ન સોંપાતા અને આરોગ્યનું ખાતું ફાળવાતા પટેલની નારાજગી વધી ગઈ છે.

નીતિન પટેલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહઃ નરોત્તમ પટેલ

પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ નીતિન પટેલને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે, 'નીતિનભાઈ અને વિજયભાઈ વચ્ચે ગાજગ્રહ ઉભો થયો છે, નીતિનભાઈના રોલનો મને અનુભવ છે, તેમણે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો તેના કારણે ભાજપ સત્તામાં આવી છે. તેઓ કોઈ સમાન્યા મંત્રી નથી પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે. ખાતાની ફાળવણી નીતિનભાઈને પૂછીને થવી જોઈતી હતી આથી તેમની નારાજગી સ્વાભાવિક છે. ન્યાય માટેનો તેમનો આ સત્યાગ્રહ છે, તેમની નારાજગી ગુજરાત માટે હાનિકારક છે.'

નીતિનભાઈએ કહ્યું છે કે તેમને પહેલાના ખાતા મળે તો કોઈ વાંધો નથી, તેમણે કહ્યું છે કે તેઓ એક ધારાસભ્ય તરીકે સેવા આપશે.- વજુભાઈ પરસાણાનું નિવેદનનીતિન પટેલ સાથે અમે શુભેચ્છા મુલાકાત કરી હતી. અમને લાગે છે કે તેમને અન્યાય થયો છે. નીતિન ભાઈ જે આદેશ કરશે અમે તેની સાથે છીએ. - એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલનું નિવેદન

નીતિન પટેલને કદ પ્રમાણે વેતરવાની આ કામગીરી છે. અપમાનજનક સ્થિતિમાં મૂકવા એ ભાજપની આદત છે. ભૂતકાળમાં ટાંટિયાખેંચ હરિફાઈમાં આનંદીબેન પટેલ અને અમિત શાહને કારણે ગુજરાત હિંસામાં ધકેલાઈ ગયું હતું. ગુજરાતની જનતા ભોગ બની રહી છે. - કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન

નીતિનભાઈ સિવાય કોઈ સિનિયર નેતા સરકારમાં નથી. સિનિયોરિટી મુજબ નીતિનભાઈને સન્માન મળ્યું નથી. તેમના જૂના ખાતા હતા તે પણ છીનવી લેવામાં આવ્યા છે. અમારો સમાજ નીતિન પટેલ સાથે છે. હાર્દિકે સમાજના આગેવાન તરીકે વાત કરી પણ તેવું શક્ય નથી. અગાઉ પણ કડવો ઘૂંટડો પીને પણ નીતિનભાઈ ભાજપને વફાદાર રહ્યા છે. - પાટીદાર આગેવાન કિરીટ પટેલનું નિવેદન

ભારતીય જનતા પાર્ટી પાટીદારોના હિતની વાતો જ નથી કરતી. હવે તો સાબિત પણ થઈ ગયું છે કે બીજેપી પાટીદાર વિરોધી છે. હવે બીજેપીમાં રહેલા પાટીદારો સમજે કે આજે નીતિન પટેલનો ભોગ લેવાણો છે કાલે તમારો પણ વારો આવી શકે છે. ભૂતકાળમાં બીજેપીના ઘણા પાટીદાર નેતાઓનો ભોગ લાવાયો છે. પાટીદારો સમાજની સાથે રહે તેવી રાજકીય પાર્ટીને સમર્થન આપે. - નિખિલ સવારીનું નિવેદન
First published: December 30, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading