દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના એક ડઝનથી વધુ નેતાઓ કરશે પ્રચાર


Updated: January 25, 2020, 3:53 PM IST
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના એક ડઝનથી વધુ નેતાઓ કરશે પ્રચાર
ફાઇલ તસવીર

ભાજપના સંત્રીથી લઇને મંત્રી સુધી તમામ નેતાઓએ હાલ દિલ્હીના દરબારને ફતેહ કરવા માટે કવાયત હાથ ધરી છે.

  • Share this:
ગાંધીનગર : દેશની રાજધાની નવી દિલ્હીની વિધાનસભાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી માસમાં યોજાશે. નવી દિલ્હીમાં કમળ ખીલે તે માટે હાલ ભાજપના હાઇકમાન્ડે કવાયત હાથ ધરી છે. ભાજપના સંત્રીથી લઇને મંત્રી સુધી તમામ નેતાઓએ હાલ દિલ્હીના દરબારને ફતેહ કરવા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પણ એક ડઝનથી વધુ નેતાઓને દિલ્હી વિધાનસભાની જવાબદારી આપવામાં આવી છે.

ગુજરાતના કેન્દ્રીય મંત્રીથી લઇને રાજ્યના મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ દિલ્હીનો દરબાર જીતવા પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. વર્તમાન સરકાર આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં ફરીથી સત્તા પર આવવા માટે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ ભાજપ પણ પોતાના સ્ટાર પ્રચારકો સાથે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને ટક્કર આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાથી દિલ્હી વિધાનસભામાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાત ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા હતા. હવે ગુજરાતના કેન્દ્રીય મંત્રી પુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ ચૂંટણી પ્રચારમાં જવાના છે.

ગુજરાત ભાજપ સંગઠમાંથી પણ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારમાં ગયા છે. ઉપરાંત પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને સાંસદ સી.આર. પાટીલને પણ દિલ્હી વિધાનસભાની પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહમભટ્ટ, જસવંત ભાભોર, સાંસદ પૂનમ માડમ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સક્રિય છે.

દિલ્હી ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપની જવાબદારી અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ સંગઠન સહિત નેતાઓએ પ્રચાર કરવા જવાના છે. નોંધનીય છે કે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 67 બેઠકો મળી હતી. જયારે ભાજપને માત્ર ત્રણ બેઠક જ મળી હતી. જોકે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાત સીટ મળી છે. દિલ્હીના ત્રણ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.
First published: January 25, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading