દુશ્મનને પાઠ ભણાવવા માટે તૈયાર છે ભારતીય સેના, ઇશારાની જોવાય છે રાહ

Haresh Suthar | Pradesh18
Updated: November 21, 2016, 8:28 AM IST
દુશ્મનને પાઠ ભણાવવા માટે તૈયાર છે ભારતીય સેના, ઇશારાની જોવાય છે રાહ
કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે સેના દેશના દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર છે. માત્ર સરકાર તરફથી ઇશારો કરવામાં આવે એની જ રાહ જોવાય છે.

કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે સેના દેશના દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર છે. માત્ર સરકાર તરફથી ઇશારો કરવામાં આવે એની જ રાહ જોવાય છે.

  • Pradesh18
  • Last Updated: November 21, 2016, 8:28 AM IST
  • Share this:
નવી દિલ્હી #કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે સેના દેશના દુશ્મનોને પાઠ ભણાવવા માટે તૈયાર છે. માત્ર સરકાર તરફથી ઇશારો કરવામાં આવે એની જ રાહ જોવાય છે.

પારિકરે ગોવાના પાટનગર પણજીના વાસકોમાં ભાજપની ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું કે, સેનાનો ઉત્સાહ વધ્યો છે. સેના આપણા દુશ્મનોને પાઠ ભણાવવા ઇચ્છે છે. માત્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવે એની જ રાહ જોવાઇ રહી છે.

પારિકરે આ નિવેદન એ વખતે આપ્યું છે જે કેટલાક દિવસો પહેલા પાકિસ્તાને ભારતીય સરહદે પંજાબ પ્રાંતમાં સૈન્ય અભ્યાસ કર્યો. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે કહ્યું હતું કે, કોઇ પણ કાંકરીચાળાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

રક્ષા મંત્રીએ કહ્યું કે, આપણે દુશ્મનોને પાઠ ભણાવવા ઇચ્છીએ છીએ કે જો અમારી સામે કોઇ નખરૂ કરાશે તો અમે એનો આકરો જવાબ આપી શકીએ એમ છીએ.
First published: November 21, 2016
વધુ વાંચો
अगली ख़बर