Home /News /madhya-gujarat /પઠાણકોટ હુમલા મુદ્દે બોલ્યા રક્ષામંત્રી, ધીરજ ખુટી રહી છે, ઇંટનો જવાબ પત્થરથી આપીશું

પઠાણકોટ હુમલા મુદ્દે બોલ્યા રક્ષામંત્રી, ધીરજ ખુટી રહી છે, ઇંટનો જવાબ પત્થરથી આપીશું

રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, ભારત પઠાણકોટ વાયુ સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને નિશ્વિત રીતે પાઠ શીખવાડશે. તેમણે સ્વીકાર્યું કે, હુમલા અંગે ગુપ્ત બાતમી મળી એ પહેલા જ આતંકવાદીઓ વાયુ સેના કેમ્પમાં ઘુસી ચુક્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની ધીરજ હવે ખુટી રહી છે અને ઇંટનો જવાબ પત્થરથી આપવામાં આવશે.

રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, ભારત પઠાણકોટ વાયુ સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને નિશ્વિત રીતે પાઠ શીખવાડશે. તેમણે સ્વીકાર્યું કે, હુમલા અંગે ગુપ્ત બાતમી મળી એ પહેલા જ આતંકવાદીઓ વાયુ સેના કેમ્પમાં ઘુસી ચુક્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની ધીરજ હવે ખુટી રહી છે અને ઇંટનો જવાબ પત્થરથી આપવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી # રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, ભારત પઠાણકોટ વાયુ સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને નિશ્વિત રીતે પાઠ શીખવાડશે. તેમણે સ્વીકાર્યું કે, હુમલા અંગે ગુપ્ત બાતમી મળી એ પહેલા જ આતંકવાદીઓ વાયુ સેના કેમ્પમાં ઘુસી ચુક્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની ધીરજ હવે ખુટી રહી છે અને ઇંટનો જવાબ પત્થરથી આપવામાં આવશે.

પારિકરે કહ્યું કે, હુમલા માટે ઉશ્કેરનાર તત્વો પાકિસ્તાનમાં જ છે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં રક્ષા મંત્રી પારિકરે કહ્યું કે, હવે યોજના બનાવવી પડશે. અહીં મેં વ્યક્તિ અને સંગઠનનું નામ આપ્યું છે. કોઇ દેશનું નામ નથી લીધું. કારણ કે જો એ દેશ વિરૂધ્ધ હશે તો એનો અર્થ યુધ્ધ થશે. અમે એ વ્યક્તિને પાઠ ભણાવવા માંગીએ છીએ, ક્યાં અને ક્યારે એ અમારી મરજી પર નિર્ભર છે.

પઠાણકોટ હુમલા બાદ જવાબના ભાગરૂપે ભારતે પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદી શિબિરો પર હુમલા કેમ ન કર્યા? પુછાયેલા સવાલ અંગે મનોહર પારિકરે કહ્યું કે,આપણને કેવી રીતે ખબર પડે કે આપણે હુમલો અહીં કરવાનો છે અને ક્યાં હુમલો નથી કરવાનો. આવી બાબતો જાહેરમાં કરી શકાતી નથી.

તેમણે કહ્યું કે, આપણામાં ક્ષમતા જરૂર હોવી જોઇએ અને પાકિસ્તાનમાં કે અન્ય કોઇ દેશનું હું નામ લેવા નથી ઇચ્છતો. તેઓ આતંકવાદી મોકલીને આપણી સાથે ઝઘડો માથે લઇ રહ્યા છે. આ મુદ્દે કોઇ સવાલ નથી. પરંતુ ક્યાં અને ક્યારે એ આગામી સમય અનુસાર નક્કી કરાશે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત, મનોહર પારિકર, રક્ષા મંત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन