દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પર શાહી ફેંકાઇ, કહ્યુ-આમને જોડા પડવા જોઇએ

Haresh Suthar | Pradesh18
Updated: September 19, 2016, 2:04 PM IST
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પર શાહી ફેંકાઇ, કહ્યુ-આમને જોડા પડવા જોઇએ
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આપ નેતા મનિષ સિસોદીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના LGના નિવાસ બહાર મનીષ સિસોદીયા પર શાહી ફેંકવાની ઘટના સામે આવી છે.

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આપ નેતા મનિષ સિસોદીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના LGના નિવાસ બહાર મનીષ સિસોદીયા પર શાહી ફેંકવાની ઘટના સામે આવી છે.

  • Pradesh18
  • Last Updated: September 19, 2016, 2:04 PM IST
  • Share this:
નવી દિલ્હી #દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આપ નેતા મનિષ સિસોદીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના LGના નિવાસ બહાર મનીષ સિસોદીયા પર શાહી ફેંકવાની ઘટના સામે આવી છે.

નેતાએ પર શાહી ફેંકવાની વધુ એક ઘટના બની છે. આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા શિકાર બન્યા છે. આ ઘટના એ સમયે બની કે જ્યારે તેઓ એલજી નજીબ જંગને મળવા માટે આવ્યા હતા. સિસોદીયાએ આ કૃત્યને કોંગ્રેસ અને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.

આ ઘટના બાદ પોલીસે આરોપીને પકડી લીધો છે. આરોપી બ્રજેશ શુકલા વરાવલ નગરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પકડાયા બાદ ગુસ્સામાં દેખાઇ રહેલા બ્રજેશ શુકલાએ કહ્યું કે, આમને તો જોડા પડવા જોઇએ. હું તો જોડા ફેંકવા આવ્યો હતો. આમની પર જોડા ફેંકવા જોઇએ. બરબાદી કરી દીધું છે બધું.

આરોપી બ્રજેશ બળોપા વ્યક્ત કરતાં કહ્યું કે, હું આમને તો અંજામ સુધી પહોંચાડીને જ રહીશ. હું અહીં એમની જ ફરિયાદ કરવા આવ્યો હતો. ઘણી ફરિયાદો કર્યા બાદ LGએ બોલાવ્યા ત્યારે કેમ ન આવ્યા. આપણા પૈસાથી બહાર ફરી રહ્યા છે.
First published: September 19, 2016, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading