Home /News /madhya-gujarat /Ahmedabad News: અનેક પ્રયત્નોથી ચોર ન પકડાયો તો પોલીસે તેની જ કુટેવ પરથી પકડી પાડ્યો, જાણો આખું ઓપરેશન

Ahmedabad News: અનેક પ્રયત્નોથી ચોર ન પકડાયો તો પોલીસે તેની જ કુટેવ પરથી પકડી પાડ્યો, જાણો આખું ઓપરેશન

મણિનગર પોલીસે (Maninagar police)આરોપીને ઝડપી લીધો

Ahmedabad Crime - આરોપી પાસે 18 જેટલા સીમ કાર્ડ હોવાથી તે નંબર બદલતો રહેતો હતો જેથી લોકેશન પરથી ટ્રેસ થતો ન હતો

અમદાવાદ : આરોપીની એક કુટેવ તેને જેલના સળીયા સુધી લઈ જતી હોય છે અને તેવી જ એક કુટેવની મદદથી મણિનગર પોલીસે (Maninagar police)આરોપીને ઝડપી લીધો છે. ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી મહિલાઓ સાથે સંબંધ રાખવાની કુટેવ ધરાવતો હતો. માટે પોલીસે સોશિયલ મીડિયા (Social media)થકી એક ટ્રેપ (Trap)ગોઠવી અને એક જ વિસ્તારમાં 3 ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થયેલા આરોપીને અમદાવાદ (Ahmedabad)બોલાવ્યો અને તેને ઝડપી લીધો છે.

મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલો આરોપી યોગેશ પઢીયાર મુળ પાલનપુરનો વતની છે. પરંતુ અમદાવાદના મણિનગરમાં એક અઠવાડીયામાં 3 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજની (CCTV footage)તપાસ કરતા આરોપીના એક્ટિવાનો નંબર અને તેના ઘરનું સરનામુ મળ્યું હતું. પરંતુ આરોપી પાસે 18 જેટલા સીમ કાર્ડ હોવાથી તે નંબર બદલતો રહેતો હતો જેથી લોકેશન પરથી ટ્રેસ થતો ન હતો. સાથે જ અમદાવાદની આલગ અલગ હોટલમાં ખોટા નામના આધારે તે છુપાતો હતો. જેથી ગુનાને અંજામ આપ્યા બાદ પણ પોલીસ તેને શોધી શકતી ન હતી. ઘર અને અન્ય જગ્યાઓ પર પોલીસ ગઈ પણ આરોપી મળ્યો ન હતો.

આ પણ વાંચો - અમદાવાદ : ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરેલા વાહનને શોધવા હવે ભટકવું નહીં પડે, તે ક્યાં છે આવી રીતે પડશે ખબર

આરોપી યોગેશ વિશે પોલીસે વધુ તપાસ કરતા હકીકત સામે આવી કે તે ઈન્સ્ટાગ્રામ થકી મહિલાઓના અને તેની પ્રેમિકાના સંપર્કમાં રહે છે. જેથી પોલીસે આરોપીની પ્રેમિકા જેવા ભળતા નામે એક મહિલાના નામથી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યોગેશને શોધવા માટે ટ્રેપ ગોઢવી હતી. જ્યાં યોગેશે આ ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતી પોલીસને મહિલા માની તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. પછી પોલીસે વાતોમાં ભોળવી તેને મળવા મણિનગર ખાતે બોલાવ્યો અને પોલીસે તેને ઝડપી જ લીધો હતો. આરોપી યોગેશની પૂછપરછ કરતા સામે આવ્યુ કે તેણે મણિનગર વિસ્તારમાં જ 3 ગુના આચર્યા છે. જેની તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું પીઆઇ ભરત ગોયલ અને પીએસઆઇ એ જે વણઝારાએ જણાવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનામાં મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે આવી રીતે કરો ઓનલાઇન અરજી

અત્યાર સુધી પોલીસ બાતમીના આધારે કે સર્ચ કરીને કે લોકેશન ટ્રેસ કરીને આરોપી પકડતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કેવી રીતે આરોપી પકડવો તે માસ્ટર પ્લાન પોલીસનો સફળ થયો છે. આરોપી અનેક મહિલાઓ સાથે વાતો કરતો હતો પણ તેને તો પોલીસે પકડી મહિલા પીએસઆઇ વણઝારા સમક્ષ રજુ કર્યો ત્યારે જ તેને શરમ આવી ગઈ હતી. ત્યારે આરોપીની ધરપકડ બાદ હવે તેણે અમદાવાદ સિવાય કોઈ અન્ય સ્થળે ગુનાને અંજામ આપ્યો છે કે કેમ. સાથે જ આટલા બધા સિમકાર્ડ કોના નામે અને કેવી રીતે મેળવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આરોપીની તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, Social media, અમદાવાદ