શરદ પૂર્ણિમાએ કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામી 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે


Updated: October 30, 2020, 12:17 PM IST
શરદ પૂર્ણિમાએ કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામી 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે
આનંદપ્રિયદાસજી સ્વામી

આ દિવસથી બીજી નવેમ્બર સુધી ત્રિદિવસીય મહોત્સવ રાત્રે 8-30થી 10-00 સુધી ઓનલાઈન ઉજવાશે.

  • Share this:
અમદાવાદ: શરદ પૂર્ણિમા નિમિત્તે ફાઉન્ટેનમાં જળની અંદર ભગવાન અને સંતો રાસ રમતા દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. 31 ઓક્ટોબરને શનિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 100મા વર્ષમાં મંગલ પ્રવેશ થતો હોવાથી આ દિવસથી બીજી નવેમ્બર સુધી ત્રિદિવસીય મહોત્સવ રાત્રે 8-30થી 10-00 સુધી ઓનલાઈન ઉજવાશે. આ પ્રસંગે દેશ વિદેશના ભકતો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ નિમિત્તે તા. 31 ઓક્ટોબરના રોજ 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને “માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું''નો સંદેશો આપશે. શરદ પૂર્ણિમા હોવાથી રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતો રાસ રમતા વિશિષ્ટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડશોપચાર પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવશે અને નીલકંઠવર્ણી ઉપર કેસરજળથી અભિષેક કરવામાં આવશે.



આ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન સૌ સંતો, હરીભકતો, યુવાનો મહંત સ્વામીજીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વસ્થ દીર્ધાયુ અર્પે તે માટે ધ્યાન, ભજન, કીર્તન, માળા, પ્રદક્ષિણા, વચનમૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકાની, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, જીવનપ્રાણ સ્વામીબાપાની વાતોની પારાયણ કરશે. રવિવારે સાંજે 4:00 વાગે કુમકુમ મંદિરથી સદગુરુ શાસ્ત્રી આનંદ સ્વામીના દીર્ઘાયુ માટે online શ્રી સ્વામિનારાયણ ભગવાનની ષોડશોપચારથી મહાપૂજા કરવામાં આવશે. જેની અંદર દેશ વિદેશના ભક્તો પોતાના ઘરેથી ભગવાનની મહાપૂજા કરશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે ભારતમાં ઠેર ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભો સમા મંદિરોના પાયા નાખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે. સત્સંગની વૃદ્ધિ માટે તેમણે લંડન અમેરિકા, દુબઈ આદિ સ્થળોએ વિચરણ કર્યું છે.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે રહીને મંત્રી તરીકે રહીને સમાજનું ઘડતર કરનાર સાધુ-સંતોને એક મંચ ઉપર એકત્ર કરી સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સંતોના જે નિયમો છે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ રચેલા ત્યાગીના બંધારણના સિંદ્ધાંતો છે તેને સાચવાના માટે અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમની સ્થાપના કરી છે.

આ પણ જુઓ-

આવા વિરલ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજે છે, તેમણે સંતની દિક્ષા ગ્રહણ કરી તેને 79 વર્ષ થયા છે. તા. 31 ઓક્ટોબરને શરદ પૂર્ણિમાના પાવન દિવસે તેઓ 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ત્યારે આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, તેઓને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે. જેથી જનસમાજને તેમના દર્શન અને જ્ઞાનનો લાભ વધુને વધુ પ્રાપ્ત થતો રહે.
Published by: Vinod Zankhaliya
First published: October 30, 2020, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading