અમદાવાદ: માણેકચોકનું ખાણીપીણી બજાર પાંચ દિવસ માટે બંધ રહેશે


Updated: January 26, 2020, 3:37 PM IST
અમદાવાદ: માણેકચોકનું ખાણીપીણી બજાર પાંચ દિવસ માટે બંધ રહેશે
માણેકચોક ખાણીપીણી બજાર પાંચ દિવસ બંધ રહેશે

અમદાવાદ મહાનગરપાલિકાના મહત્વના નિર્ણયને કારણે સોમવારથી શુક્રવાર સુધી માણેકચોક ખાણીપીણી બજાર 5 દિવસ માટે બંધ રહેશે

  • Share this:
અમદાવાદમાં ખાણીપીણીની વાત આવે એટલે દરકે અમદાવાદીના મનમાં માણેકચોક ચોક્કસથી યાદ આવે. પરંતુ આ બજાર 26 જાન્યુઆરી 2020 થી 31 જાન્યુઆરી 2020 સુધી બંધ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાએ એક તરફ લો ગાર્ડનની હેપી ફુડ સ્ટ્રીટના ઉદઘાટનની તૈયારીઓ કરી રહી છે. ત્યાં અમદાવાદ મહાનગરાપાલિકા દ્રારા જ 5 દિવસ માણેકચોકનું રાત્રિ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધ પાછળ માણેકચોકમાં નવા રસ્તા સહિતનાં કામકાજ જવાબદાર છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા 25 કરોડનાં ખર્ચે માણેકચોકમાં નવા રસ્તા સિવાય અનેક રિપેરિંગના કામકાજ કરવામાં આવશે.

17 વર્ષમાં પહેલી વાર માણેકચોક બંધ રહેશે
સ્વાદના શોખીનો માટે માણેકચોક આમ તો ઉત્તમ જગ્યા છે. પરંતુ રસ્તાના રિપેરિંગ માટે બંધ રહેવાને કારણે સ્વાદના શોખીનોએ નારાજ થવું પડશે. આ પહેલાં વર્ષ 2002માં તોફાનો સમયે આ બજાર થોડા દિવસ માટે બંધ રહ્યું હતું. ત્યારથી લઈને 17 વર્ષ દરમિયાન આ બજાર કયારેય બંધ રહ્યું નથી.

ક્યારે લેવાયો નિર્ણય ?
થોડા દિવસ પહેલાં અમદાવાદના મેયર સહિતનાં મહાનુભાવોએ રાત્રે ખાણીપણીની મજા લેવા માટે માણેકચોક આવ્યા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને ખરાબ રસ્તા અંગે અવગતા કરાવ્યા હતા. જેને લઈને મેયર તાત્કાલિક બજારના રસ્તા રિપેર માટે સ્પેશિયલ બજેટમાંથી રસ્તાના રિપેરિંગ માટે રકમ ફાળવી હતી. રસ્તાના રિપેરિંગ બાદ રાત્રિ ખાણીપીણીનું આ બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જો કે દિવસ દરમિયાન અહીં સોની બજાર, કપડા બજાર તથા શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે. 5 દિવસ દરમિયાન માત્ર રાત્રિનું બજાર જ સંપુર્ણ બંધ રહેશે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर