માંડલ હત્યા કેસ : યુવતીનો પિતરાઇ ભાઈ પોલીસ સમક્ષ હાજર થયો, 8 આરોપી સકંજામાં

News18 Gujarati
Updated: July 16, 2019, 7:02 PM IST
માંડલ હત્યા કેસ : યુવતીનો પિતરાઇ ભાઈ પોલીસ સમક્ષ હાજર થયો, 8 આરોપી સકંજામાં
માંડલ ગામે રહેંસી નંખાયેલા દલિત યુવક હરેશ સોલંકીની ફાઇલ તસવીર

યુવતીનો પિતરાઇ ભાઈ જયદિપ સિંહ ઝાલા પોલીસ સમક્ષ હાજર થયો અત્યાર સુધીમાં પિતા અને ભાઈની ધરપકડ થઈ હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના માંડલ ગામે દલિત યુવકની આંતરજ્ઞાતિય લગ્ન બદલ કરવામાં આવેલી નિર્મમ હત્યાના કેસમાં 8મો આરોપી કંજાછે. રાજપુત યુવતી સાથે લગ્ન કરનાર દલિત યુવકને રહેંસી નાખાનાર ઝાલા પરિવારના પિતા-પુત્ર અને ભાઇઓ ધીરે ધીરે પોલીસ સામે આવી રહ્યાં છે. આજે યુવતીનો પિતરાઇ ભાઈ જયદિપ સિંહ ઝાલા પોલીસ સમક્ષ હાજર થયો હતો. અત્યારસુધીમાં આ કેસમાં કુલ 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે.

આ કેસમાં યુવતીના પિતા દશરથસિંહ ઝાલા, ભાઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા અને હવે પિતરાઇ ભાઈ જયદિપસિંહ ઝાલા પોલીસને હવાલે છે. આ ગુન્હામાં પોલીસે કુલ 8 લોકો સામે ફરિયાગ નોંધી છે. આ ઘટનામાં તમામ 8 આરોપીઓ પોલીસને સકંજામાં આવી ગયા છે.

આ પણ વાંચો : જ્યારે દરબાર ગોપાળદાસે કહ્યું, જો દીકરી જન્મશે તો અસ્પૃશ્ય સાથે પરણાવીશ..

આ કેસમાં અગાઉ યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં યુવતી પોતે ગર્ભવતી નથી એમ જણાવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે પોલીસ ગર્ભનીચકાસણી માટે ચોક્કસ પુરાવા ભેગા કરવા મેડિકલ રિપોર્ટ કઢાવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તીક્ષ્મ હથિયાર વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવાના પ્રતિબંધને MLA ગેનીબેન ઠાકોરનું સમર્થન

આરોપીઓને જેમણે આશરો આપ્યો હશે તે લોકોને પણ ગુનેગારોની મદદગારીમાં લેવાશે યુવતીની પરિવાર સામે અરજી અંગે પણ માર્ચમાં અરજી મળી હતી. જોકે તે દરમિયાન યુવતી અંજારમાં હતી. ઘટનામાં બેદરકારી 181 અભિયમના કાઉન્સિલરની છે તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને ઇન્ક્વાયરી ચાલુ છે.
First published: July 16, 2019
વધુ વાંચો
अगली ख़बर