જ્ઞાતિવાદથી કંટાળેલા રિક્ષાચાલકે ખુદને નાસ્તિક જાહેર કરવા કોર્ટમાં અપીલ કરી

News18 Gujarati
Updated: April 19, 2019, 8:53 AM IST
જ્ઞાતિવાદથી કંટાળેલા રિક્ષાચાલકે ખુદને નાસ્તિક જાહેર કરવા કોર્ટમાં અપીલ કરી
પ્રતિકાત્મક તસવીર

હાઇકોર્ટે રાજ્ય સરકારે તેમજ જિલ્લા કલેક્ટરને આ મુદ્દે નોટિસ પાઠવી વધુ સુનાવણી 9મી જુલાઇ પર મુલતવી રાખી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જ્ઞાતિવાદથી કંટાળેલા એક યુવકે ગુજરાત હાઇકોર્ટનું શરણ લીધું છે. અમદાવાદમાં રહેતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતાં યુવકે પોતાને ધર્મેનિર્પેક્ષ અને નાસ્ટિક જાહેર કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારે તેમજ જિલ્લા કલેક્ટરને આ મુદ્દે નોટિસ પાઠવી વધુ સુનાવણી 9મી જુલાઇ પર મુલતવી રાખી છે.

અમદાવાદમાં રહેતા રાજવીર ઉપાધ્યાયની અપીલ છે કે તેઓ જન્મે એસ.સી. કેટેગરીના ગરોડા બ્રાહ્મણ છે. હાલ તેઓ દેશ અને અને રાજ્યમાં પ્રવર્તેલા જ્ઞાતિવાદીથી પરેશાન થઈ આ પગલું ભર્યુ છે. તેણે પોતાની જાતને હિંદુમાથી ધર્મ નિર્પેક્ષ બનવાવાની માંગણી કરી છે. તેનો દાવો છે કે બંધારણીય જોગવાઈ હોવા છતાં જિલ્લા કલેક્ટરે તેની અરજી નકારી છે.

બંધારણના આર્ટિકલ 25 અને 26મી હેઠળ દેશના તમામ નાગરિકોને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, જો કાયદો ધર્મ પરિવર્તનની કે ધર્મ નિર્પેક્ષ રહેવાની પરવાનગી ન આપે તો તે દેશના બંધારણની વિરુદ્ધમાં છે.

અરજદાર વતી એડવોકેટ હાર્દિક શાહે રજૂઆત કરી હતી કે 19 ઑક્ટોબર 2015ના રોજ ધર્મ બદલવા અમદાવાદ જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. તેની અરજીનો કોઈ જવાબ આવ્યો હતો. બાદમાં 16 મે 2017ના રોજ કલેક્ટર તેમની અરજી ફગાવી હતી.
First published: April 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading