મકાન ખાલી કરવા મળી ધમકી, '16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ અહીંથી એક ઓછો થશે તો મને વાંધો નથી'


Updated: July 6, 2020, 7:45 AM IST
મકાન ખાલી કરવા મળી ધમકી, '16 વર્ષ જેલમાં જવાનું થશે પરંતુ અહીંથી એક ઓછો થશે તો મને વાંધો નથી'
પ્રતિકાત્મક તસવીર

શહેરના ચાંદખેડા વિસ્તારમાં મકાન ખાલી કરવા ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

  • Share this:
અમદાવાદ  : શહેરના ચાંદખેડા વિસ્તારમાં મકાન ખાલી કરવા ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આટલા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પરમારે પોલીસ ફરિયાદ આપી છે કે, નવેમ્બર 2018માં તેઓ હાલ જે મકાનમાં રહે છે તે મકાન પસંદ આવતા મકાન માલિક હિતેન્દ્રભાઈ પરમાર સાથે રૂપિયા 26 લાખમાં સોદો નક્કી કર્યો હતો.  ફરિયાદીએ મકાન માલિકને રૂપિયા 5,00,000 બાના ખર્ચ પેટે આપ્યા હતા.

ત્યારબાદ તેઓએ આ મકાન માલિકને બાનાખત કરવા માટે વારંવાર રજૂઆત કરી હતી પરંતુ મકાન માલિકે બાનાખત કરી આપ્યો નહોતો. એટલું જ નહીં ફરિયાદીએ તેઓને મકાનની બાકીની રકમ 21 લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી દર્શાવીને દસ્તાવેજ કરવા માટે પણ કહ્યું હતું.પરંતુ મકાન માલિકે દસ્તાવેજ ન  પણ કર્યો ન હતો. અંતે તેમણે 10 જુન અને 19 જુનના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી કરી હતી. તેમજ 24 જૂનના રોજ લિગલ નોટિસ પણ મોકલી આપી હતી.

ત્યારબાદ મકાન માલિક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓને ફરિયાદી પાસે મોકલીને સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ફરિયાદીએ બાના ખર્ચના રૂપિયા પરત આપવા અથવા તો મકાનનો દસ્તાવેજ કરવા માટે જાણ કરી હતી.

4થી જુલાઈના રોજ ફરિયાદી પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર મહેસાણાથી મેહુલભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને હિતેન્દ્રભાઇ તેના માસા  હોવાની ઓળખ આપી હતી. મેહુલભાઈએ ફરિયાદીને ધમકી આપી હતી કે, તેઓ આ મકાન ખાલી કરી દે પરંતુ ફરિયાદીએ તેને પોલીસમાં આપી અરજી અને ડિટેલ નોટિસ બાબતે જાણ કરી હતી.

આ પણ વાંચો - 'અમદાવાદ સિવિલને મારી જરૂર છે' : કોરોના વોરિયર્સની હૂંકાર, સિવિલના 56 વર્ષીય હેડ નર્સે કોરોનાને આપી મ્હાત

ત્યારબાદ પાર્થ નામના વ્યક્તિએ ફરિયાદીની સાથે વાત કરતા ધમકી આપી હતી કે, હું આઠ વર્ષની જેલ ભોગવી ચૂક્યો છું, સોળ વરસ જેલમાં જવાનું થશે ચાંદખેડામાંથી એક ઓછો થશે તો મને કોઈ વાંધો નથી તો રૂબરૂ મળીને પછી તારી વાત.આ પણ જુઓ - 

 

આમ આ પ્રકારની ધમકી મળતા ફરિયાદી તરત જ પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે મેહુલ અને પાર્થ નામના વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ
First published: July 6, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading