અમદાવાદ : ફેશન ડિઝાઇનર યુવતીને એસિડ એટેકની ધમકી આપી અપહરણનો કર્યો પ્રયાસ

News18 Gujarati
Updated: June 8, 2019, 11:19 AM IST
અમદાવાદ : ફેશન ડિઝાઇનર યુવતીને એસિડ એટેકની ધમકી આપી અપહરણનો કર્યો પ્રયાસ
આરોપીની ફાઇલ તસવીર

કાળા રંગની ક્રેટા કારમાં યુવાનો આવ્યા હતા. કારનો નંબર 99 હતો અને કાર પર MLA લખેલું હતું.

  • Share this:
ઋતવીજ સોની, અમદાવાદ : અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ રોજરોજ કોઇ આતંક કે અપહરણની ઘટના સામાન્ય બનતી જણાય છે. ગઇકાલે મેઘાણીનગરમાં અસમાજિક તત્વોનાં આતંકને કારણે 20 દિવસની છોકરીનું મોત નીપજ્યું છે ત્યારે શુક્રવારે મોડી રાતે વાય.એમ.સી.એ ક્લબ પાસે યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરી તેની પર એસિડ એટેક કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સાથે યુવકોએ યુવતીને બળજબરીથી ખેંચવાનો અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે કાળા રંગની ક્રેટા કારમાં યુવાનો આવ્યા હતા. કારનો નંબર 99 હતો અને કાર પર MLA લખેલું હતું. આ સાથે અન્ય પાંચ કાર પણ તેની સાથે હતી.

આ પણ વાંચો : સુરતઃ સગીરાને તેની બહેનપણી સાથે ગોવા ભગાડી જઇ યુવકે આચર્યું દુષ્કર્મ

ફોટા વાયરલ કરવાની આપી ધમકી

આ મામલે થયેલી ફરિયાદ પ્રમાણે શહેરના એક જાણીતા જીમના માલિકની ફેશન ડિઝાઇનરની પુત્રીને પાર્શ્વ ત્રિવેદી નામનો વ્યક્તિ હેરાન કરતો હતો. શુક્રવારે સાંજે વાયએમસીએ કબલ એક્ઝિબિશનમાં ભાગ લેવા જતી ફેશન ડિઝાઇનર યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતી ન માનતા તેને માર મારવામાં આવ્યો હતો. એમએલએ લખેલી કાર સહિત ચાર-પાંચ કારમાં આવેલા આઠ શખસોએ હોબાળો મચાવી અને એસિડ એટેક સાથે તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતી તેમની ચુંગલમાંથી બહાર નીકળવામાં સફળ થઇ હતી. જે બાદ મોડી રાત્રે જીમના માલિક તેમની પુત્રીને  પોલીસ સ્ટેશને લઇ જઇ પાર્શ્વ સહિતના શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : બોસ કામ વગર યુવતીને સામે બેસાડી રાખતો, ફરિયાદ દાખલપિતાએ પુત્રી સાથે એક માણસ રાખ્યો હતો

ક્લબમાં યુવતી એક્ટીવા પાર્ક કરતની સાથે જ ફિલ્મી સ્ટાઇલે એમએલએ લખેલી કાર સહિત ચારથી પાંચ ગાડીઓ આવી હતી. એક કારમાંથી પાર્શ્વ ત્રિપાઠી નામનો યુવક બહાર આવ્યો હતો. પાર્શ્વ યુવતીની સાથે શાળામાં અભ્યાસ કરતો હોવાથી તે તેને ઓળખતી હતી. શાળા પૂર્ણ થયા બાદ પણ વારંવાર યુવતીનો પીછો કરી તેને અલગ અલગ જગ્યાએ પરેશાન કરતો હતો. શુક્રવારે જ્યારે યુવતી ભાગવાનો પ્રયત્ન કરતા તેને પકડી લીધી હતી. યુવતીને પકડી તેને ગાડીમાં અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન બંન્ને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. પિતાએ તેની પુત્રી સાથે એક માણસ રાખ્યો હતો તે આવી પહોચતાં તેણે યુવતીને બચાવી લીધી હતી અને પાશ્રર્વ સહિતનાં શખ્સો ફરાર થઇ ગયા હતાં.
First published: June 8, 2019
વધુ વાંચો
अगली ख़बर