અમદાવાદ : 'તારું મર્ડર કરવા આવ્યો છું' કહીને ધોળા દિવસે પાંચ મોબાઈલની લૂંટ


Updated: July 20, 2020, 9:48 AM IST
અમદાવાદ : 'તારું મર્ડર કરવા આવ્યો છું' કહીને ધોળા દિવસે પાંચ મોબાઈલની લૂંટ
પ્રતિકાત્મક તસવીર

થોડીવારમાં દુકાનમાં આવી દુકાનનું શટર અંદરથી બંધ કરી દીધું હતું.

  • Share this:
અમદાવાદ - અનલૉકની (unlock) શરૂઆતથી જ હવે શહેરમાં (Ahmedabad) ગુનાખોરી વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. એમાંય હવે લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવીને લૂંટ કરતા હોય તેવો વધુ એક બનાવ શહેરમાં સામે આવ્યો છે. મેમનગર સુભાષ ચોક નજીક મોબાઈલ લેવા માટે ગ્રાહક ના સ્વાંગ માં આવેલા આરોપીએ ચપ્પુ ની અણી એ લૂંટ કરી છે.

અમરાઈવાડીમાં રહેતા દીપક ગુપ્તા મેમનગર સુભાષ ચોક પાસે આવેલા મારુતિ કોમ્પલેક્ષમાં મોબાઈલની દુકાન ધરાવે છે. રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એક શખ્સ તેમની દુકાનમાં આવ્યો હતો. રૂપિયા 25 હજારની કિંમતનો મોબાઈલ માંગ્યો હતો. જોકે, ફરિયાદી પાસે એટલી મોંઘી રકમનો મોબાઈલ હજાર સ્ટોકમાં ના હોવાથી તેમને બહારથી મોબાઈલ મંગાવી દેશે તેવું આ શખ્સને કહ્યું હતું.

આ પણ વાંચો -કોરોના વાયરસની ગાઇડલાઇનના ભંગ બદલ સુરતના 9 ડાયમંડ યુનિટને દંડ

જોકે, ત્યાર બાદ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો. અને થોડીવારમાં દુકાનમાં આવી દુકાનનું શટર અંદરથી બંધ કરી દીધું હતું. તેણે ચપ્પુ કાઢી ફરિયાદીને ધમકી આપી હતી કે, તારું મર્ડર કરવા માટે આવ્યો છે. ત્યારબાદ આ આરોપીએ દુકાનમાં પડેલા ચાર મોબાઈલ અને ફરિયાદીના ખિસ્સામાં રહેલો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.

આ પણ જુઓ - 
ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને કરતા તેઓ તાત્કાલિક દુકાન પર આવી પહોંચ્યા હતા. આ બાબતની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકાતો ન હતો. હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - કોરોનાની જંગ જીતી દીદી ઘરે આવી તો નાની બહેન મન મૂકીને નાચી, VIDEO વાયરલ
Published by: Kaushal Pancholi
First published: July 20, 2020, 9:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading