અમદાવાદ : 'ગાડી ચલાવતા નથી આવડતી', કહી 15 લાખ રૂ.નાં દાગીનાની ચોરી કરી

News18 Gujarati
Updated: October 20, 2019, 10:59 AM IST
અમદાવાદ : 'ગાડી ચલાવતા નથી આવડતી', કહી 15 લાખ રૂ.નાં દાગીનાની ચોરી કરી
પ્રતિકાત્મક તસવીર

શહેરનાં યુનિવર્સિટી વિસ્તારનાં ગુલબાઈ ટેકરા પાસે એક વેપારી લૂંટાયો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરનાં યુનિવર્સિટી વિસ્તારનાં ગુલબાઈ ટેકરા પાસે એક વેપારી લૂંટાયો છે. અકસ્માતનો ડોળ કરી ગઠીયા 15 લાખનાં દાગીનાની બેગ નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બેગમાં દાગીનાની સાથે દુકાનની ચાવીઓ પણ હતી. જેથી વેપારીએ બીજો બનાવ ન બને એ માટે એમની દુકાનના તાળા પણ બદલાવી નાખ્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સેટેલાઇટમાં રહેતા સંજયભાઇ શાહ, સીજી રોડ પરનાં સુપર મોલમાં લબ્ધી ઓર્નામેન્ટ્સ નામની દુકાન ચલાવે છે. સોના ચાંદીના દાગીનાને લગતો ધંધો કરે છે. ત્રણ દિવસ પહેલા તેમની દુકાનેથી 15 લાખ રૂપિયાની કિંમતના 402.250 ગ્રામનાં અલગ અલગ પ્રકારના દાગીના મરૂન રંગની બેગમાં ભરી સેટેલાઇટના પાર્શ્વ જ્વેલર્સમાં આપવા જતા હતા. આ બેગમાં તેમના દુકાનની ચાવીઓ પણ હતી. તે ગુલબાઇ ટેકરા પાસેથી કાર લઇને પસાર થતા હતા ત્યારે એક શખ્સ હેલમેટ પહેરીને કાર પાસે આવ્યો હતો. તેણે ગાડીની ડાબી બાજુ તેણે કારને થપથપાવી હતી. જેથી સંજભાઇએ કાચમાંથી તેની સાથે વાત કરતા શખ્સે કહ્યું કે ગાડી જોઇને ચલાવો, ગાડી ચલાવતા નથી આવડતી. આટલું કહીને શખ્સ ડ્રાઇવર સીટ બાજુ આવ્યો હતો. વાતો કર્યા બાદ આ શખ્સ ત્યાંથી બાઇક લઇને જતો રહ્યો હતો. સંજયભાઇએ ગાડીની ડ્રાઇવર સીટની બાજુમાં જોયુ તો 15 લાખનાં દાગીના ભરેલી બેગ જણાઇ ન હતી તેમાં દુકાનની ચાવી પણ હતી.

આ પણ વાંચો : અમદાવાદ : પતિએ પત્નીને કહ્યું, તારે ગલ્લો ચલાવવાનો છે, તારા પિયરથી રૂપિયા લઇ આવ

જેથી વેપારીએ તેમના પરિવારને જાણ કરી હતી. સંજયભાઇએ તેનો પીછો પણ કર્યો પણ શખ્સ પકડાયો ન હતો અને ટ્રાફિક હોવાથી બાઇકનો નંબર પણ જોઇ શક્યા ન હતા. બાદમાં તેઓ બીમાર પડતા તેમણે તે સમયે ફરિયાદ કરી ન હતી. જો કે ચોરીના બનાવથી તેઓ ગભરાઇ ગયા હતા કારણકે બેગમાં દુકાનની ચાવીઓ પણ હતી. તાત્કાલિક સંજયભાઇએ પરિવારને ફોન કરી દુકાનની ચાવીઓ ગુમ થઇ છે અને વધુ ચોરી ન થાય તે માટે તાળા બદલાવી નાખવાનું કહી તાળા બદલાવી નાખ્યા હતા. બાદમાં યુનિ. પોલીસ સ્ટેશન પહોંચીને સંજયભાઇએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: October 20, 2019, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading