અમદાવાદ : કારના શોરૂમની કો-ઓર્ડીનેટર મહિલાને ડ્રાઇવર સાથેની મિત્રતા 18 લાખમાં પડી


Updated: February 28, 2020, 9:12 AM IST
અમદાવાદ : કારના શોરૂમની કો-ઓર્ડીનેટર મહિલાને ડ્રાઇવર સાથેની મિત્રતા 18 લાખમાં પડી
પ્રતિકાત્મક તસવીર

જમાલપુરની મહિલાને ઈસનપુરમાં આવેલા શો-રૂમમાં કામ કરતા ડ્રાઇવર જયેશ પટેલ સાથે મિત્રતા થઈ હતી. જોકે, મહિલાને મિત્રતામાં મદદ કરવી ભારે પડી

  • Share this:
અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વાહનના શોરૂમમાં કોઓર્ડીનેટર તરીકે કામ કરતી મહિલાને તેના શોરૂમના ડ્રાઇવર સાથે મિત્રતા થઇ હતી. નોકરી છોડી દીધા બાદ પણ બંને એકબીજાના સંપર્કમાં હતા. ત્યારે આ ડ્રાઇવર જયેશ દેસાઇએ મિત્રતા કેળવીને આ મહિલાને હોટલનો બિઝનેસ કરવાનું કહી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર  મામલે મહિલાએ એલિસબ્રીજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે 'અમદાવાદ શહેરમાં સલમા કુકડેજીવાલા નામની મહિલા જમાલપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. વર્ષ 2011માં તે ઇસનપુરમાં આવેલા એક વાહનના શોરૂમમાં નોકરી કરતી હતી. ત્યારે ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા જયેશ દેસાઇ સાથે તે સંપર્કમાં આવી હતી. સલમા આ શોરૂમમાં કો-ઓર્ડીનેટર તરીકે નોકરી કરતી હતી.

આ પણ વાંચો :  ગાંધીનગર : રાયસણમાં જૂથ અથડામણ, ત્રણ યુવકો પર ટોળાનો તલવાર, લાકડીથી હુમલો

બાદમાં જયેશ સાથે મિત્રતા ગાઢ બની હતી. સલમાએ વર્ષ 2013માં નોકરી છોડી દીધી અને આશ્રમ રોડ પરના એક શોરૂમમાં નોકરીએ લાગી હતી. ત્યારે પણ તે જયેશ દેસાઇના સંપર્કમાં હતી ત્યારે જયેશે દહેગામમાં એક હોટલ પાર્ટનરશીપમાં ખોલવી છે તેમ કહી સલમા પાસે ઉછીના નાણાં માંગ્યા હતા. સલમાએ તેની બચતમાંથી ટુકડે ટુકડે 21.21 લાખ રૂપિયા આપ્યા હતા.

જેમાંથી જયેશે ત્રણેક લાખ પરત પણ આપ્યા હતા. પણ 18 લાખ રૂપિયા પરત ન કરી સલમાને અવાર નવાર ધમકીઓ આપી બદનામ કરી નાખશે તેવી ધમકી આપતો હતો. આખરે સલમાએ આ બાબતને લઇને પોલીસ ફરિયાદ કરતા એલિસબ્રીજ પોલીસે ઠગ જયેશ સામે ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
 
First published: February 28, 2020, 9:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading