અમદાવાદ: બોપલ વિસ્તારમાં એક યુવક ખરીદી કરવા જતો હતો પણ ચશ્મા પહેરવાનું ભૂલી જતા તે લપસ્યો હતો. તેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. બોપલ પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી અન્ય દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
બોપલમાં હિમાવન એપાર્ટમેન્ટ આવેલો છે. આ એપાર્ટમેન્ટમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. અહીં રહેતા કૃતાર્થ ઠાકર નામના 34 વર્ષીય પુરુષનું પડી જતાં મોત નીપજ્યું હોવાનું બોપલ પોલીસના ચોપડે નોંધાયું છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક ચશ્મા પેહરવાનું ભૂલી જતા સીડીમાં લપસી પડતાં મોત થયું છે. આ યુવક શાક લેવા જતો હતો. તે સમયે ચશ્મા પહેરવાનું ભૂલી જતા પડી ગયા હોવાથી મૃત્યુ થયુ હોવાનું પરિવારનું પણ માનવું છે. જોકે, અન્ય દિશામાં પોલીસ તપાસ કરશે.
આ પણ વાંચો - 'ચૂંદડીવાળા માતાજી' ડૉક્ટરો-વૈજ્ઞાનિકો માટે કોયડો, મૃત્યુ પછી પણ અનેક સવાલોના જવાબ ન મળ્યા
આ અંગે બોપલ પોલીસે જણાવ્યું કે, હાલ તપાસ ચાલુ છે. તેમના પરિવારના કોઈ સભ્યએ આવું કારણ આપ્યું હતું. પણ હકીકતમાં એજ કારણ છે કે કોઈએ ધક્કો માર્યો કે જાતે આપઘાત કર્યો એવા અનેક કારણો પર પણ તપાસ ચાલુ છે.
આ પણ જુઓ -
Published by:News18 Gujarati
First published:May 26, 2020, 12:36 pm