અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો : મેરેજ બ્યૂરોમા પતિએ વધુ આવક દર્શાવી, લગ્ન બાદ ફૂટ્યો ભાંડો

અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો : મેરેજ બ્યૂરોમા પતિએ વધુ આવક દર્શાવી, લગ્ન બાદ ફૂટ્યો ભાંડો
પ્રતીકાત્મક તસવીર

આ યુવતી તેના પતિ સાથે કેનેડા ગઈ ત્યારે તેને ગર્ભ રહ્યો હતો અને તેની સાસુ ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરતા હતા અને ન કરાવે તો ગર્ભપાત કરાવવાની વાત કરતા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ પતિના આઈટી રિટર્નમાં દર્શાવેલી રકમ ઓછી હતી અને મેરેજ બ્યુરોમાં આપેલી વિગતોમાં વધુ રકમ હોવાનું ધ્યાને આવતા પતિને વાત કરતા તેની સાથે ઝગડો કર્યો હતો. જ્યારે આ યુવતી તેના પતિ સાથે કેનેડા ગઈ ત્યારે તેને ગર્ભ રહ્યો હતો અને તેની સાસુ ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરતા હતા અને ન કરાવે તો ગર્ભપાત કરાવવાની વાત કરતા હતા. આટલુ જ નહીં પૂત્રીને જન્મ આપશે તો સુવાવડમાં કોઈ કેનેડા નહિ આવે તેવું કહી ત્રાસ આપતા હતા.

રાણીપમાં રહેતી 32 વર્ષીય યુવતી 11 માસથી તેના માતા પિતા સાથે પિયરમાં રહે છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમ.એસ. ડબ્લ્યુમાં અભ્યાસ કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2012માં હાલ કેનેડા રહેતા અને મૂળ વિસનગરના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી અને સાથે લગ્નમાં પિયરમાંથી આવેલું સોનુ અને રોકડા 1.45 લાખ લઈને ગઈ હતી. લગ્ન બાદ પતિને નોકરીના કામે હૈદરાબાદ જવાનું થતા બને પતિ પત્ની ત્યાં ગયા અને થોડા સમય ત્યાં રહ્યા હતા. જોકે ત્યારે આ યુવતીને જાણ થઈ કે, તેનો પતિ ઇન્કમટેક્સ રિટર્નમાં આવક ઓછી બતાવી અને મેરેજ બ્યુરોમાં આપેલી વિગતોમાં આવક વધુ બતાવી હતી. જેથી આ બાબતે પતિને વાત કરતા તેને ઝગડો કર્યો હતો.અમદાવાદ: માસ્ક અંગે દંડ માંગતા મહિલાએ પોલીસને લાફો ઝીંક્યો અને પતિએ ફેંટ મારી

નવરાત્રીમાં આ યુવતી સાસરે વિસનગર આવી ત્યારે તેને થાયરોડની બીમારીના કારણે શરીર વધી જતાં તેના સાસરિયાઓ તેને ભેંસ જેવી થઈ ગઈ છે કહીને ત્રાસ આપતા હતા. યુવતીના પિતા પાસે તેના પતિએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદવા અને કેનેડા જવા માટે લાખો રૂપિયા લીધા હતા. બાદમાં વર્ષ 2017માં જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના સાસુ ગર્ભનું જાતીય પરીક્ષણ કરવા દબાણ કરતા હતા

સપ્તાહના પહેલા દિવસે મેષ રાશિના જાતકો રહેશે ઉત્સાહથી ભરપૂર, જાણો કેવો રહેશે આપનો દિવસ


આ સાથે તેને ધમકી આપતા હતા કે, દીકરી આવશે તો કોઈ કેનેડા ખાતે સુવાવડ માટે આવશે નહિ. આટલું જ નહીં બાળકનું પરીક્ષણ કરાવવા યુવતીની સાસુ પોતાના પુત્રને કહેતી અને ન કરાવે તો ગર્ભપાત કરાવવાનું કહેતા હતા.આ દરમિયાન જ યુવતીને તેના પતિએ ધક્કો મારતા તેને ડિલિવરી ના એક માસ પહેલા જ ઓપરેશન કરાવવું પડ્યું હતું અને એક પુત્રને જન્મ આપ્યો હતો. યુવતીના પતિએ દાગીના સહિતની વસ્તુઓ પડાવી લીધી હતી અમે બાદમાં આ યુવતીએ પિતાને કહેતા તે ભારત પરત આવી અને આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 18, 2021, 08:19 am

ટૉપ ન્યૂઝ