ક્રોસવર્ડનાં વોશરૂમમાં સગીરાનો વીડિયો ઉતારનારા યુવાનની ધરપકડ

News18 Gujarati
Updated: March 26, 2019, 8:21 AM IST
ક્રોસવર્ડનાં વોશરૂમમાં સગીરાનો વીડિયો ઉતારનારા યુવાનની ધરપકડ
પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઈસ્કોન મંદિર પાછળ, વિક્રમનગરમાં ઈસરો કોલોનીમાં રહેતો પરમાર ઋષિ શરણે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદનાં એસ.જી.હાઈવે પર આવેલા ક્રોસવર્ડ બુક સ્ટોરમાં વોશરૂમમાં ગયેલી સગીરાનો મોબાઇલથી વિડીયો ઉતારનારો 29 વર્ષનાં ઋષિ પરમાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઋષિએ ઉતારેલો વીડિયો ડીલીટ કરી દીધો છે જેના કારણે તેનો મોબાઇલ એફએસએલમાં આપવામાં આવ્યો છે. આ યુવાનનાં પિતા ઇસરોનાં ડિરેક્ટરનાં પીએસ છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે ઈસ્કોન મંદિર પાછળ, વિક્રમનગરમાં ઈસરો કોલોનીમાં રહેતો પરમાર ઋષિ બળવંતભાઈ 25 માર્ચના રોજ શરણે થતાં પોલીસે તેની ધરપકડ કરીને તેનો મોબાઈલ અને એક્ટીવા કબજે કર્યા હતા. પૂછપરછમાં આરોપીએ માનસિક સંતુલન ગુમાવતા આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચો: પ્રેમલગ્ન કરનાર દંપતીને છ મહિના પોલીસ પ્રોટેક્શન આપવા HCનો આદેશ

આ યુવાન બીકોમની પરિક્ષા આપી છે અને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તે માટે દર શનિ-રવિવારે ક્રોસવર્ડમાં વાંચન માટે આવતો હતો. ક્રોસવર્ડમાં પરિવાર સાથે આવેલી સગીરા વોશરૂમમાં જતા આરોપીએ વોશરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગમાંથી મોબાઈલ વડે સગીરાનો વિડીયો ઉતાર્યો હતો. સગીરાએ બૂમો પાડતા આરોપી ભાગી ગયો હતો. અહીંના સીસીટીવીમાં તે કેદ થઈ ગયો હતો ઉપરાંત તે એક્ટીવા લઈને જતો હોવાનું પણ સીસીટીવી દ્રશ્યોમાં નજરે ચડતું હતું. બીજીતરફ તેની સામે પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા તે ગુમ થઈ ગયો હતો. પોલીસ એક્ટીવાના નંબરને આધારે તેના ઘરે પહોંચી હતી પણ ઘરે તાળુ હતું.
First published: March 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading