'હું અધિકારી છું, આરોપીને મળવા દો,' ફાકળું અંગ્રેજી બોલતો શખ્સ સાબરમતી જેલ પહોંચ્યો

News18 Gujarati
Updated: September 13, 2019, 8:16 AM IST
'હું અધિકારી છું, આરોપીને મળવા દો,' ફાકળું અંગ્રેજી બોલતો શખ્સ સાબરમતી જેલ પહોંચ્યો
સાબરમતી જેલ (ફાઇલ તસવીર)

બે આરોપીઓને મળવા માટે પહોંચી ગયો શખ્સ, જેલના અધિકારી સાથે અંગ્રેજીમાં વાતો કરી અધિકારી તરીકેની ઓળખ આપી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન તો મળતા જ રહે છે પણ હવે જેલના સ્ટાફ તથા અધિકારીઓને પણ ઓળખાણ વાળા ફોન આવતા થઇ ગયા છે. સાબરમતી જેલમાં બંધ બે આરોપીને મળવા માટે તાજેતરમાં એક શખ્સ પહોંચી ગયો હતો. જેલના સત્તાવાળાઓએ આરોપીને મળી ન શકાય તેવું કહેતા મળવા આવેલા વ્યક્તિએ સાબરમતી જેલના અધિકારી સાથે અંગ્રેજીમાં વાતો કરી પોતે પાસા વિભાગના સેક્શન અધિકારી હોવાનું કહીને ભલામણ કરી હતી. જોકે, આ શખ્સ કોઇ અધિકારી ન હોવાથી જેલના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ મધ્યસ્થ જેલના જેલર એફ.એસ. મલિક મુલાકાત જેલર તરીકે જેલમાં ફરજ બજાવે છે. તેઓ જ્યારે ફરજ પર હતા ત્યારે જેલના લેન્ડલાઇન નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેલ કર્મચારીએ જણાવ્યું કે કોઇ રાહુલ નામના ભાઇ આવ્યા છે અને તેઓ પોતે અધિકારી છે. તેમણે તમારી સાથે વાત કરવી છે. અધિકારીએ વાત માટે ના પાડી દીધી હતી. જેલમાં બંધ સંજય ચૌહાણ અને ભરત ઉર્ફે જસ્ટીન નામના આરોપીને તેમના સંબંધીઓ મળવા આવતા હોવાથી મિત્રને મળવા દેવાની સ્ટાફ તરફથી મનાઇ કરી દેવામાં આવી હતી.

જોકે, જેલ ખાતે આવી પહોંચેલા રાહુલ નામના વ્યક્તિએ બાદમાં સીધો જ જેલરને ફોન કર્યો હતો. વ્યક્તિએ જેલરને જણાવ્યું હતું કે, 'મારો માણસ ત્યાં ઉભો છે, તેને મળવા જવા દો. હું ગાધીનગર પાસા વિભાગમાં સેક્શન ઓફિસર છું."

જેલરને શંકા જતા તેણે સ્ટાફના તપાસ માટે કહ્યું હતું. તપાસ કરતા વ્યક્તિ ત્યાં જ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે વ્યક્તિ કોઈ અધિકારી નથી. જે બાદમાં જેલરે ક્રાઇમ બ્રાંચમાં નરોડાના કાગુસ ચંદ્રકાર સામે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर