લોકડાઉન વચ્ચે જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો


Updated: May 19, 2020, 3:34 PM IST
લોકડાઉન વચ્ચે જેતપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે CCTVના આધારે નરાધમને ઝડપી પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની માસૂમ દીકરીને રાત્રે ઉઠાવી નરાધમ નજીકની શેરીમાં લઈ ગયો હતો, બાળકીએ ચીસો પાડતા આસપાસના લોકો ઉઠી ગયા અને દોડી આવ્યા હતા.

  • Share this:
જેતપુરમાં લોકડાઉન વચ્ચે ૧૮મે ની મધરાત્રે ફૂટપાથ પર સૂતેલી ૬ વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કરી બાજુની શેરીમાં લઇ ગયો હતો. બાદમાં આ શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ ચીસાચીસ કરી મુકતા પરિવારજનો દોડી ગયા હતા. લોકો એકત્ર થવા લાગતા આ શખ્સ નાસી છૂટ્યો હતો. આ શખ્સ ભાગતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોક્સો, અપહરણ સહિતનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી જેમાં આજે રાજકોટ એલસીબી પોલીસે આરોપી સોનું ચૌહાણ નામના શક્શ ને ઝડપી પડ્યો છે, પોલીસે સીસીટીવી આધારે આ શક્શ ને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :  BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'

ઉલ્લેખનીય છેકે જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝુપડાની બહાર ફૂટપાથ પર સુતો હતો. ત્યારે મોડીરાત્રે માતા-પિતા વચ્ચે સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. થોડે દૂર બાજુમાં આવેલી શેરીમાં લઇ જઇ હેવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આથી બાળકી ચીંસો પાડવા લાગી હતી. આથી નજીકમાં રહેતા કેટલાક લોકો જાગી ગયા હતા અને દોડી ગયા હતા.

આ પણ વાંચો :  Coronavirus : અમદાવાદનાં કન્ટેઇનમેન્ટ વિસ્તારોનું લિસ્ટ જાહેર, 12.98 લાખ લોકોને નહીં મળે છૂટનો લાભ

લોકો આવતા જ અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. રાજકોટ એલસીબી પોલીસે સોનું ચૌધરીને સીસીટીવી ફૂટેજને આધારે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એલસીબી પોલીસે આરીપીને જેતપુર ચોકડી પાસેથી જ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
First published: May 19, 2020, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading