અમદાવાદ: પોલીસે માસ્કનો દંડ માંગતા શખ્સે બનાવટી PSI બનીને રોફ જમાવ્યો

અમદાવાદ: પોલીસે માસ્કનો દંડ માંગતા શખ્સે બનાવટી PSI બનીને રોફ જમાવ્યો
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારનો બનાવો, પોલીસે વ્યક્તિનું આઈકાર્ડ માંગતા જ આરોપીની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

  • Share this:
અમદાવાદ: કોરોનાની ગાઇડલાઇન (Corona Guideline)નો અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે માસ્ક ન પહેરવા બદલ દંડ (Mask Fine)ની વાત આવે ત્યારે લોકો મિજાજ ગુમાવી દેતા હોય છે. લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીને તેમને મનફાવે તેમ બોલતા હોય છે. એક દિવસ પહેલા નારણપુરામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. હવે વસ્ત્રાપુર વિસ્તાર (Vastrapur Area)માં માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે એક શખ્સે પોલીસને પોતે પીએસઆઇ (Fake PSI) હોવાની ઓળખ આપી હતી. જોકે, પોલીસે વ્યક્તિનું આઈકાર્ડ માંગતા જ આરોપીની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિંધુભવન રોડ પર XUV કારમાં મહિલા અને પુરુષ બેઠા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને બોલાવીને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1,000નો દંડ માંગ્યો હતો. જ્યારે આ વ્યક્તિ પોલીસની નજીક આવ્યો ત્યારે પોલીસ જોયું તો તેના કમરે રિવોલ્વર લટકતી હતી. જે અંગેના લાઇસન્સનો ફોટો તેણે મોબાઈલમાં બતાવ્યો હતો.



આ પણ વાંચો: ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

જોકે, માસ્કનો દંડ ન ભરવો પડે તે માટે તેણે પોતે ગાંધીનગર પોલીસ ભવનમાં પી.એસ.આઈ હોવાની ઓળખ આપી હતી. જેથી પોલીસે તેની પાસે આઈકાર્ડની માંગણી કરી હતી. જવાબમાં સામેની વ્યક્તિએ આઈકાર્ડ સાથે ન હોવાનું કહીને પર્સ ઘરે ભૂલી ગયો હોવાના બહાના બતાવ્યા હતા. જે બાદમાં પોલીસને શંકા જતા વ્યક્તિની ઉલટ તપાસ કરી હતી.

આ પણ જુઓ-

પોલીસ તપાસમાં વ્યક્તિ બોડકદેવનો રહેવાસી શૈલેષભાઈ મહેશ્વરી બનાવટી પી.એસ.આઈ હોવાનું બહાર આવતા તેની સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:December 08, 2020, 12:15 pm

ટૉપ ન્યૂઝ