અમદાવાદ : સગીરાને ચાર દિવસ યુવકે પોતાનાં ઘરમાં ગોંધીને શારીરિક અડપલાં કર્યાં

News18 Gujarati
Updated: December 9, 2019, 10:42 AM IST
અમદાવાદ : સગીરાને ચાર દિવસ યુવકે પોતાનાં ઘરમાં ગોંધીને શારીરિક અડપલાં કર્યાં
પ્રતિકાત્મક તસવીર

જેમાં ઇસનપુરમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને યુવકે ચાર દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી હતી.

  • Share this:
અમદાવાદ : શહેરમાં લગ્નની લાલચ આપીને યુવતી અને સગીરાઓેને ફસાવવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આવો જ વધુ કિસ્સો ઇસનપુર વિસ્તારમાં ઘટ્યો છે. જેમાં ઇસનપુરમાં 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને યુવકે ચાર દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી હતી. આ દરમિયાન તેને અવારનવાર શારીરિક અડપલા પણ કર્યા હતાં. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને 21 વર્ષનાં યુવાનના ધરપકડ કરી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ઇસનપુરમાં રહેતી સગીરાનો અરબાઝ નામના યુવક સાથે પરિચય થયો હતો. અરબાઝે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. થોડા દિવસ પહેલા યુવક રાતે બાર કલાકે સગીરાને લેવા તેના ઘરની બહાર પહોંચ્યો હતો. તે સગીરાને સમજાવીને પોતાના ઘરે લઇ ગયો હતો. જે બાદ યુવકે સગીરાને ચાર દિવસ ઘરમાં ગોંધી રાખી હતી. આ યુવક યુવતીને અવારનવાર શારીરિક અડપલા કર્યા હતાં. આ સાથે યુવક બહાર જતો ત્યારે સગીરાને ઘરમાં પુરીને જ જતો. જ્યારે આ અંગે સગીરા પૂછતી ત્યારે તે કહેતો કે, આજુબાજુનાં લોકો તને જોઇ ન લે એટલે મારે આવું કરવું પડે.

આ પણ વાંચો : આ બંન્ને આરોપીઓ સામે કોર્ટમાં કેસ જ ન ચલાવો, સીધી સજા કરો : વડોદરા દુષ્કર્મ પીડિતાની માતા

આ દરમિયાન એકવાર યુવક ઘરે આવ્યો ત્યારે અંદરથી લોક કરવાનું ભુલી ગયો હતો. અને સીધો જ બાથરૂમમાં ગયો હતો. જેનો ફાયદો ઉઠાવીને સગીરા ઘરમાંથી ભાગીને સીધી પોતાનાં ઘરે જતી રહી હતી. જે બાદ પોતાની માતાને આખી આપવીતિ સંભળાવી હતી. જેથી માતાએ સગીરાને લઇને પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ ઇસનપુર પોલીસે યુવકની ધરપકડ કરી લીધી હતી.

આ વીડિયો પણ જુઓ : 
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर