અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં 13 વર્ષના કિશોરને (minor boy) સોશિયલ મીડિયા મારફતે યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. આરોપી યુવકે કિશોરને વિશ્વાસમાં લઈ લાલચ આપીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (molestation) આચરતો. એટલું જ નહિ કિશોરને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
દાણીલીમડા વિસ્તારમાં રહેતા 13 વર્ષના કિશોરને સોશિયલ મીડિયાના માધ્યમથી એક 22 વર્ષીય યુવકનો પરિચય થયો હતો અને બંને સારા મિત્રો થતા ભેગા થયા હતા. આરોપી યુવક કિશોર સાથે અનેક વખત કેટલાક શહેરોમાં એક્ટિંગ માટે ઓડિશન આપવા માટે જતા હતા. એવામાં આરોપી અમદાવાદમાં કિશોરના ઘરે રોકાતો. ત્યારે તેણે કિશોર સાથે ત્રણથી ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આરોપી છ મહિનાથી જ્યારે જ્યારે સગીર ના ઘરે આવ્યો ત્યારે તેને વિશ્વાસમાં લઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. છેલ્લા ઘણા સમયથી કિશોર સ્ટ્રેસમાં રહેતો હોવાથી માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે આ સમગ્ર મામલે માતાને જાણ કરી હતી.
મહત્વનું છે કે, આરોપી અને કિશોર ભાઈની જેમ રહેતા અને યુવકે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને આ વાતની જાણ જો કોઇને કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેથી કિશોર ડરી જતાં તેણે આ બાબતે કોઈને જાણ કરી ન હતી. અંતે પરિવારજનો એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. અને વધુ પૂછપરછ કરીને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે .
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર