અમદાવાદઃ 'દીકરી, હું તારી મમ્મી વગર નથી રહી શકતો, મને માફ કરજે'

News18 Gujarati
Updated: August 1, 2019, 7:31 PM IST
અમદાવાદઃ 'દીકરી, હું તારી મમ્મી વગર નથી રહી શકતો, મને માફ કરજે'
મૃતક યુવક અને તેણે લખેલી સુસાઇડ નોટ

મૃતક વ્યક્તિનું નામ રાજેશ રમણલાલ સોની છે, અને તે નવા વાડજમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ શહેરના રાણીપ એસ ટી બસ સ્ટેન્ડની બિલ્ડિંગ પરથી કૂદીને એક વ્યક્તિએ આપઘાત કરી લેતા દોડાદોડી મચી જવા પામી હતી, બાદમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જો કે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ દોડી આવી પોસ્ટમોર્ટમ સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે મૃતક વ્યક્તિનું નામ રાજેશ રમણલાલ સોની છે, અને તે નવા વાડજમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે. પ્રાથમિક દ્રષ્ટ્રીએ આપઘાત હોવાનું સામે આવ્યું હતું. તો મૃતક વ્યક્તિ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ બ્લડપ્રેશર અને વધારાની ચરબી ઘટાડવા સવારે નાસ્તામાં ખાવ અંજીરનો હલવો

મૃતક વ્યક્તિએ લખેલી સુસાઇડ નોટ

'પોલીસ શ્રીને નમ્રવિનંતી કે હું મારા મનથી સતત પીડાઇ રહ્યો હતો મને પત્નીની ખબૂ યાદ આવતી હોવાથી હું આ પગલુ ભરી રહ્યો છું, મારા ઘરના દરેક સભ્ય મને ખુબ પ્રેમ આપતા હતા છતા હું મારા મનને સંભાળી શક્યો ન હતો, મારા દીકરા ધર્મ તુ ખુબ ભણજે બેટા હું તારી મમ્મી વગર રહી શકતો ન હતો મને માફ કરજે.'
'મારી દીકરી ટ્વીન્કલ તુ સાસરે ખુબ મજામાં રહેજે, પપ્પાને યાદ કરતી નહીં, હું મમ્મી વગર રહી શકતો ન હતો. ભાવીન, રવીને હું ખુબ પ્રેમ કરું છું. મારા દીકરા ધર્મને સાચવજો એને ખુબ ભણાવજો, શિવમનું ઘર એના નામે કરી આપજો ઘરનાં દરેકને મારા જય માતાજી''મારા ઘરના સભ્યોને કોઇપણ જાની પરેશાની પોલીસશ્રી ના કરતાં, બધા મને ખુબ સાચવતા હતા. હું મારી જાતે આ નિર્ણય લીધો છે.... સૌને મારા જય માતાજી.'

'મારા મર્યા પછી દુકાને નોટબૂકો માતાજીનાં મંત્ર લખેલી છે. જે અરણેજ માતાજીના શ્રી ચરણોમાં અર્પ કરી દેજો.. LICનાં જે કાંઇ પૈસા મળે તે મારી દીકરી ટ્વીન્કલને આપજો, લગનમાં આણું તેણે પોતાના પૈસાથી કર્યું હતું જે તેને પપ્પા તરફથી પાછા આપજો. મારા માથે કોઇપણ દેવું છે નહીં, મારું દેવું એટલું કે દૂધના, કરિયાણાના અને છાપા-ચેનલના મળી 28000 રૂપિયા છે.'
First published: August 1, 2019
વધુ વાંચો
अगली ख़बर