ઓઢવમાં બહેેને પ્રેમ લગ્ન કરતા ભાઇએ મિત્રો સાથે મળી બનેવીની હત્યા કરી

News18 Gujarati
Updated: September 13, 2019, 6:16 PM IST
ઓઢવમાં બહેેને પ્રેમ લગ્ન કરતા ભાઇએ મિત્રો સાથે મળી બનેવીની હત્યા કરી
બનેવીની હત્યામાં સાળાની ધરપકડ

બહેને પ્રતિક પટેલ સાથે પ્રેમ લગ્ન કરતા મિતને ગમ્યું નહોતી અને તેથી મિત્રો સાથે મળી બનેવીની હત્યા કરી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ:

ભાઈ-બહેનના પવિત્ર બંધનને લજવતો એક બનાવ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં બન્યો છે. જેમા ભાઈએ પોતાના બનેવીની હત્યાનુ કાવતરું રચ્યું અને પોતાના મિત્રો સાથે મળી બનેવીનુ કાસળ કઢાવી નાખ્યુ.

પ્રાથમિક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે, બહેને પ્રેમ લગ્ન કરતા ભાઇને પસંદ ન હોઇ, તેણે મિત્રો સાથે મળી બનેવીની હત્યા કરી નાંખી.

વસ્ત્રાલ પોલીસ ચોકી પાસે આવેલી સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર હાલ આઘાતમાં છે. કારણ કે, પ્રતિક પટેલ નામના યુવકની હત્યા તેના સાળા મીત પટેલે તેના મિત્રો સાથે મળીને કરી હતી.

કારણ માત્ર એટલુ જ હતુ કે, પ્રતિક પટેલે ચાર મહિના પહેલા તેની બહેન ખ્યાતિ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી અવાર નવાર ધમકી મળતી હતી. ગઈકાલે રાતે, પ્રતિક પોતાના મિત્રો સાથે ઓઢવ વિસ્તારમાં હતો ત્યારે બાઈક સવાર બે યુવકો આવ્યા અને પ્રતિકને પગના ભાગે છરીનાં ઘા માર્યા હતાં. જેમા સારવાર દરમિયાન પ્રતિકનુ મોત નિપજ્યુ હતું. આ ગુનામાં પોલીસે ખ્યાતીના ભાઈ મિત અને તેના સાગરીત દિપક મરાઠીની ધરપકડ કરી છે.

એક મહિલા માટે કરુણતાએ બની કે, પતિની હત્યા થઇ અને વિધવા બની જ્યારે આ હત્યાના આરોપમાં ભાઇ જેલમાં જશે. એક મહિલાને કોઇનો સથવારો ન રહ્યો.‘આઇ’ ડિવિઝનના એ.સી.પી (ACP) એન. એલ.દેસાઇએ કહ્યું કે, પ્રતિકની હત્યા પછી તેના પરિવારે મિત પર શંકા વ્યક્ત કરી હતી અને આ શંકાના આધારે મીતને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા તેણે કબુલ કર્યુ હતું કે પ્રતિક પર હુમલો કરવા માટે તેણે સચીન ખટીક અને પોતાના ભાઈ કેતુ પટેલને મોકલ્યા હતા. આ બન્ને હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે મીત પટેલ અને દિપક મરાઠીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પરંતુ પોલીસે મુખ્ય હુમલાખોર અને હથિયાર બન્ને કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારનું એવું પણ કહેવું છે કે હત્યાના ગુનામા સંડોવાયેલા આરોપીમાંથી દિપક મરાઠી અને સચિન ખટીક અગાઉ પણ હત્યા અને મારામારી જેવા ગુનાના ઝડપાયેલા છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर