અમદાવાદ : ખાતામાંથી રૂપિયા ચોરવાનો નવો પેંતરો, વાંચી લો આ કિસ્સો નહીં તો રોવાનો વારો આવશે


Updated: July 11, 2020, 11:13 AM IST
અમદાવાદ : ખાતામાંથી રૂપિયા ચોરવાનો નવો પેંતરો, વાંચી લો આ કિસ્સો નહીં તો રોવાનો વારો આવશે
પ્રતિકાત્મક તસવીર

ગઠીયાએ એક્સિસ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપીને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 2000નું શોપિંગ મળતું હોવાની વાત કરી હતી.

  • Share this:
અમદાવાદ : કહેવાય છે કે લાલચ બુરી ચીઝ હૈ...લાલચ માં આવી ને અનેક લોકો એ આર્થિક નુકસાન ભોગવ્યું હોય તેવા બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં (fraud) વધુ એક સાયબર ક્રાઇમનો (Cyber crime) બનાવ સામે આવ્યો છે.  જીસીએસના (GCS) પ્રોફેસરને ક્રેડિટ કાર્ડની લિમિટ (Credit card limit) વધારી આપવાની લાલચ આપીને ગઠીયાએ 1, 59,000 રૂપિયાની છેતરપિંડી (fraud) આચરી છે.

પ્રોફેસર અભિનવ ભટ્ટએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગત 6 જુલાઈના દિવસે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમા ગઠીયાએ એક્સિસ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપીને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 2000નું શોપિંગ મળતું હોવાની વાત કરી હતી. જોકે, ફરિયાદીએ ગઠીયાને તેમના ક્રેડિટ કાર્ડ લિમિટ વિશે જણાવત ફરિયાદીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી હતી. ફોન કરનાર વ્યક્તિ એક્સિસ બેન્કના કસ્ટમર કેરમાંથી જ બોલતો હોવાની ખાતરી કરાવવા માટે ગઠિયાએ ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ નંબરનો 16 ડિજિટનો નંબર બોલીને તેઓને સંભળાવ્યો હતો.

ત્યારબાદ ફરિયાદીએ આ ગઠીયાને તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે જાણ કરતા ગઠિયાએ એ કાર્ડ ની એક્સપારી ડેટની વિગતો માંગી હતી. ફરિયાદી આ વિગતો આપતા જ ફરિયાદીના મોબાઈલ નંબર પર ઓટીપી નંબર આવ્યો હતો. જે નંબર ગઠિયાએ મેળવી લઈ ફરિયાદીને કહેલ કે તમારા કાર્ડની લિમિટ વધી ગઈ છે. જો બીજા કોઈ કાર્ડની લિમિટ વધારવી હોય તો પણ કહેજો. જેથી ફરિયાદીને તેમના યસ બેન્કના ક્રેડિટ કાર્ડની પણ કેટલીક વિગતો આ ગઠીયા સાથે શેર કરી હતી.તેનો પણ ઓટીપી નંબર આ ગઠીયાએ મેળવ્યો હતો. ત્યાર બાદ યસ બેંકના ક્રેડિટ કાર્ડની લિમિટ પણ 2 લાખ થઈ હોવાનું ગઠીયા એ કહ્યું હતું.


ફરિયાદીના મોબાઈલમાં એક પછી એક ટ્રાન્જેક્શન મેસેજ આવતા તેઓને ખબર પડી હતી કે, પોતાની સાથે છેતરપિંડી થઈ છે.

આ પણ જુઓ - 
તેથી તેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - મહત્ત્વનો નિર્ણય : સુરતથી અમદાવાદ આવતી-જતી ST બસો કરાઇ બંધ
Published by: Kaushal Pancholi
First published: July 11, 2020, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading