અમદાવાદી યુવકની યુવતીઓ સાથેની તસવીરો FB પર મૂકાતા ફરિયાદ

News18 Gujarati
Updated: November 23, 2018, 11:57 AM IST
અમદાવાદી યુવકની યુવતીઓ સાથેની તસવીરો FB પર મૂકાતા ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: યુવકની મંજૂરી વગર FB પરથી ફોટા ડાઉનલોડ કરી, છોકરીઓ સાથેની બીભત્સ પોસ્ટ કરી

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ

અમદાવાદ: વાડજમાં રહેતા અને ફાઇનાન્સનો વ્યવસાય કરતાં યુવકે ફરિયાદ નોંધાવી છે કે અજાણી વ્યક્તિએ ફેક આઇડી બનાવી તેની બદનામી કરી છે. યુવકની યુવતીઓ સાથે બીભત્સ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી બદનામી કરવાનો આરોપ છે. વાડજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

"છોકરીઓ સાથે મારા ફોટા ફેસબુક પર મૂકી બીભત્સ ભાષાનો ઉપયોગ કર્યો"

પોલીસ ફરિયાદમાં વિજયભાઈ બાબુભાઈ સોનારાએ જણાવ્યું કે, "મારી પર SONARA SONARA નામના ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેને મેં સ્વીકારી નહોતી. તેમ છતાંય SONARA SONARA ફેસબુક આઇડી ધરાવનારે મારા ફેસબુક પેજ પરથી ફોટો ડાઉનલોડ કરી તેને પોતાના એફબી આઇડી પર અપલોડ કરેલા. મારા ફોટો કોઇ છોકરીઓ સાથે અપલોડ કરેલા સાથે બીભત્સ લખાણ પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. મારા સમાજના સોનારા ફ્રેન્ડે ફેસબુક પર આ તસવીરો જોઈ અને મને જાણ કરી હતી."

"મારી બદનામી કરવાનો પ્રયાસ"
વિજય સોનારાએ ફરિયાદમાં વધુમાં કહ્યું કે, "આ ઉપરાંત એક મોબાઇલ નંબર ઉપરથી મારા વિશે બીભત્સ લખાણ લખેલા અન્ય છોકરીઓ સાથેના ફોટોના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા હતા. આ પ્રકારે મારા ફોટાનો ખોટો ઉપયોગ કરી બીભત્સ લખાણ લખી મારી બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."
First published: November 23, 2018, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading