Home /News /madhya-gujarat /

અમદાવાદ : શાહીબાગ કેન્ટોનમેન્ટમાં એરપોર્ટનો લેબર ઘૂસી ગયો

અમદાવાદ : શાહીબાગ કેન્ટોનમેન્ટમાં એરપોર્ટનો લેબર ઘૂસી ગયો

પ્રતિકાત્મક તસવીર

આર્મી જવાનોએ તાત્કાલિક શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે આઇપીસી 447 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. 

અમદાવાદઃ શાહીબાગ ખાતે આવેલા આર્મી કેન્ટોનમેન્ટ ખાતે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પકડાઇ જતા ત્યાંના જવાનોએ શાહીબાગ પોલીસને જાણ કરી ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ કરતા તે રાત્રે ફેન્સિંગ વાટે ઘૂસ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ આર્મી કેન્ટોનમેન્ટની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.

આ આરોપી એરપોર્ટ પર લેબર કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનનો રાકેશકુમાર ચૌધરી છેલ્લા બે વર્ષથી આર્મી કેન્ટોનમેન્ટમાં ગ્રેનેડીયર બટાલિયનમાં સિપાઇ તરીકે ફરજ બજાવે છે. સોમવારે રાત્રે તેઓ તેમના કેમ્પસમાં તેમના અન્ય સાથીઓ સાથે ફરજ પર હતા. ત્યારે 3.40 વાગ્યે કબ્રસ્તાન પાસે એક શખ્સ શંદાસ્પદ હાલતમાં દેખાયો હતો. તાત્કાલિક સિપાઇ જવાનોએ ત્યાં જઇ તેને ઝડપી પાડ્યો હતો.

આર્મી જવાનોએ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જગ્ગનાથ બિસ્વાસ હોવાનું જણાવ્યું હતું. જગ્ગનાથ સરદારનગરમાં રહેતો હતો અને એરપોર્ટ પર લેબર કામ કરતો હતો. લોકોની અવર જવર પર પ્રતિબંધ હોવાથી તે ફેન્સિંગ વાટે અંદર ઘૂસ્યો હતો. આર્મી જવાનોએ તાત્કાલિક શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે આઇપીસી 447 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : 
First published:

Tags: અમદાવાદ, આર્મી, એરપોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन