અમદાવાદ : જુગારધામમાં દરોડા પડતા નાસભાગ, પોલીસના ધક્કાના કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનો આરોપ


Updated: August 9, 2020, 12:46 PM IST
અમદાવાદ : જુગારધામમાં દરોડા પડતા નાસભાગ, પોલીસના ધક્કાના કારણે આધેડનું મોત નીપજ્યું હોવાનો આરોપ
પોલીસની રેડમાં 45 વર્ષના આધેડનું મોત થતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

ત્રણે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ  લઈને પરિવારજનો બોપલ પોલીસ સ્ટેશન હલ્લાબોલ કર્યો હતો.

  • Share this:
 અમદાવાદ : અમદાવાદમાં જુગાર ધામ પર રેડ કરવા ગયેલી પોલીસ સવાલોના ઘેરામાં આવી છે. પોલીસે રેડ કરતા  દોડધામમાં 45 વર્ષીય મંગલ સિંહ વાઘેલા નું મોત થયુ હોવાના આરોપ સાથે પરિવારે બોપલ પોલીસ સ્ટેશન હોબાળો મચાવ્યો હતો.જો આખરે પોલીસની ઉચ્ચ અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના બોપલ  પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ગોધાવી ગામના ખેતરમાં 35 લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બોપલ  પોલીસના ત્રણ પોલીસકર્મીઓ જુગારીઓ ને પકડવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો :   સુરત : “મેરી મરને કી વજહ મેરી પત્ની સરીતા હે”, વેપારીના આપઘાત બાદ પત્નીની ધરપકડ

જોકે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે પોલીસને જોઈને અફરાતફરી મચી હતી અને જુગારીઓમાં નાસભાગ મચી હતી,અને તે જગ્યાએ બાજુમાં ખેતરમાં રહેલ મંગલ સિંહ વાઘેલા પણ દોડ્યા હતા. પોલીસને જોઈને દોડ્યા હતા અને ધક્કામુક્કીમાં મંગલ સિંહ વાઘેલા નું મોત થયું હતું. જેને લઇને પોલીસ પર કાર્યવાહી કરવાની માંગ સાથે મંગલ સિંહ ના પરિવારજનોએ બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.

સમગ્ર ઘટનની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા . ગ્રામ્ય ડીવાયએસપી કે ટી કામરીયા , બોપલ પીઆઇ સહિત અધિકારીઓ પરિવારજનોએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો . પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતા.

આ પણ વાંચો :   રાજકોટ : નાસ્તાની બાબતે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને 6 શખ્સોએ છરીના ઘા ઝીંકતા હત્યાજુગારીઓ પર રેડ કરવા ગયેલી પોલીસ જ સવાલોના ઘેરામાં આવી હતી. અને પોલીસના ધક્કા મારવાથી ગોધાવી ગામના વતની 45 વર્ષીય મંગલ સિંહ નું મોત થયું હોવાનો પરિવાર જનો એ આક્ષેપ કર્યો હતો અને આ ત્રણે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ  લઈને પરિવારજનો બોપલ પોલીસ સ્ટેશન હલ્લાબોલ કર્યો હતો.

જો કે પરિવારજનોએ આક્રોશ બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ માં જો પોલીસ કર્મી તો દોષિત હશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિવારજનોએ મૃત દેહ નો સ્વીકાર કર્યો હતો,અને મૃત દેહ ને પી એમ માટે મોકલી આપ્યું હતું. જોકે મંગલ સિંહ નુ મોત પોલીસના ધક્કો મારવાથી  મોત થયું થયું કે પછી પોલીસને જોઈને નાસભાગમાં ધક્કામુક્કીમાં થયું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે.
Published by: Jay Mishra
First published: August 9, 2020, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading