અમદાવાદ : ધાબે સૂતેલી પરિણીતાએ અડવા ન દેતા બદઇરાદે આવેલા પાડોશીએ લાફા મારી માથામાં પથ્થર મારી દીધો


Updated: July 6, 2020, 11:36 AM IST
અમદાવાદ : ધાબે સૂતેલી પરિણીતાએ અડવા ન દેતા બદઇરાદે આવેલા પાડોશીએ લાફા મારી માથામાં પથ્થર મારી દીધો
પ્રતીકાત્મક તસવીર

ગોમતીપુર પોલીસે જોગેન્દ્રસિંહ સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે. 

  • Share this:
અમદાવાદ : ગોમતીપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ધાબે સુતેલી એક મહિલા પાસે પાડોશી યુવક પહોંચ્યો હતો. તેને ઊંઘમાંથી ઉઠાડી પાડોશી યુવકે બોલાવી હતી. પણ તે ન જતા યુવક તેની પાસે આવીને સુવા લાગ્યો અને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જોકે, મહિલાએ આનાકાની કરતા યુવક આવેશમાં આવી ગયો અને લાફા મારીને માથામાં પથ્થર મારીને ભાગી ગયો હતો.

ગોમતીપુરમાં આવેલી એક ચાલીમાં રહેતી 28 વર્ષીય મહિલાનો પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગરમી વધુ હોવાથી મહિલાનો પતિ પાડોશમાં આવેલા જોગેન્દ્રસિંહના ધાબે ઊંઘવા માટે જાય છે. શનિવારની રાત્રે મહિલા તેના પતિ અને બાળકો સાથે પાડોશીના ધાબે સુવા ગઈ હતી. ત્યારે વાળંદની દુકાન વાટે થઈને જોગેન્દ્રસિંહ ધાબે આવ્યો હતો.

રાત્રે દોઢેક વાગ્યાની આસપાસનો સમય હતો અને બાદમાં જોગેન્દ્રસિંહએ પગ મારીને ઈશારો કરીને મહિલાને પોતાની પાસે સુવા બોલાવી હતી. જોકે મહિલા ગઈ ન હતી. જેથી જોગેન્દ્રસિંહ પોતે મહિલાની પથારીમાં જઈને સૂઈ ગયો અને બિભત્સ માંગણીઓ મહિલા પાસે કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો - કોરોના કહેર વચ્ચે સુરતમાં પતિ પોતાની પત્ની અને પુત્રીને તરછોડીને પરિવાર સાથે વતન જતો રહ્યો

આ  પણ જુઓ - 
આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા જ જોગેન્દ્રસિંહ આવેશમાં આવી ગયો અને મહિલાને લાફા મારીને માથામાં પથ્થર મારીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર પોલીસનો વીડિયો વાયરલ, ગુનો દાખલ

ગોમતીપુર પોલીસને આ બાબતે જાણ કરતા જ પોલીસે જોગેન્દ્રસિંહ સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.
First published: July 6, 2020, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading