અમદાવાદ : DJના તાલે એક વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો, Video થયો Viral, જાહેરનામાનો ભંગ

અમદાવાદ : DJના તાલે એક વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો, Video થયો Viral, જાહેરનામાનો ભંગ
અમદાવાદના લગ્નસમારંભનો વીડિયો થયો વાયરલ

લગ્નપ્રસંગોમાં આ પ્રકારની તલવારબાજી ખૂબ સામાન્ય હોવા છતાં તલવારથી કેક કાપવા સામે કાર્યવાહી થતી હોય ત્યારે અમદાવાદ પોલીસના જાહેરનામનો ભંગ

  • Share this:
અમદાવાદ: શહેરમાં તાજેતરમાં જ તલવારથી કેક કાપવાની ઘટનાઓ બની હતી. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સોશ્યલ મીડિયામાં (social Media) એક વિડીયો વાયરલ (Video Viral) થયો છે. જેમાં તલવાર લઈને એક શખસ ડાન્સ કરી રહ્યો છે. ત્યારે પોલીસ હવે આ બાબતે શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેની વચ્ચે બે દિવસ પહેલા જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Sanjay shrivastav) હથિયારબંધી અંગે જાહેરનામું (Weapon Ban) બહાર પાડ્યું હતું. જેમાં તલવાર, શસ્ત્ર અને દંડા જેવા હથિયાર રાખવા તે ગુનો બને છે. પરંતુ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગના વરઘોડા દરમ્યાન જાહેરમાં તલવાર વડે ડાન્સનો વીડિયો સોશ્યલ મીડિયામાં (Viral Video) વાયરલ થયો છે. એક વ્યક્તિ જાહેર રોડ પર તલવાર ફેરવી અને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ચમનપુરા વિસ્તારમાં પંજાબી સોસાયટી પાસેનો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.

જાહેરમાં તલવાર વડે કેક કાપવા અને ડાન્સ કરવાના કિસ્સાઓ અમદાવાદમાં વધી રહ્યા છે. રામોલ, બાપુનગર, વેજલપુરમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. રામોલમાં એક સોસાયટીમાં પણ આવો બનાવ બન્યો હતો. જેમાં રામોલ પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આવી હતી. 10થી વધુ લોકો હાજર હોવા છતાં ગણ્યા ગાંઠયા લોકો સામે જ કાર્યવાહી કરી હતી.

જે શખ્સ સામે કાર્યવાહી કરી હતી તે પણ વગ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીની આ પાર્ટીમાં પોલોસકર્મી જેવા લોકો પણ જોવા મળ્યા હતા છતાંય કાર્યવાહી થઈ નહોતી. બીજીતરફ બાપુનગરમાં પણ તલવારથી કેક કાપવાનો ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ બનાવો લોકડાઉનમાં કરફ્યુ સમયે બન્યા હતા.

આ પણ વાંચો : સુરત : જ્વેલરીના શોરૂમમાં બેટરી લઈ ત્રાટક્યો તસ્કર, 5.51 લાખની ચોરી CCTVમાં Live કેદ થઈ

ત્યારે શાહીબાગ વિસ્તારમાં ચમનપુરા પાસે એક લગ્ન પ્રસંગે વરઘોડામાં એક વ્યક્તિ તલવાર વડે ડાન્સ કરતો હોવાના વીડિયો સામે આવ્યા છે. અનેક લોકોની હાજરીમાં વ્યક્તિ તલવાર ફેરવી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પોલીસને આવા હથિયાર સાથે લોકો ફરતા હોય તો કડક કાર્યવાહી કરવી જરૂરી છે  ત્યારે શાહીબાગ કે મેઘાણીનગર પોલીસ આ મામલે શુ કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :  ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદ

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના બંદોબસ્ત ને કારણે શાહીબાગ પોલીસનો સ્ટાફ અને અધિકારીઓ સતત વ્યસ્ત હોવાથી આ વીડિયો પોલીસના ધ્યાને આવ્યો કે નહીં અને આવ્યો તો કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખી કે કેમ તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
Published by:Jay Mishra
First published:February 19, 2021, 06:59 am

ટૉપ ન્યૂઝ