અમદાવાદ : વૉટ્સએપમાં જીજાજીનો ડીપી મૂકીને 3 લાખ પડાવી લીધા, લાલબત્તી સમાન કિસ્સો


Updated: May 19, 2020, 11:09 AM IST
અમદાવાદ : વૉટ્સએપમાં જીજાજીનો ડીપી મૂકીને 3 લાખ પડાવી લીધા, લાલબત્તી સમાન કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનમાં પણ કેટલાક ગઠીયાઓ સાયબર ક્રાઇમ કરવાનો મોકો ચૂક્યા નથી.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉનમાં પણ કેટલાક ગઠીયાઓ સાયબર ક્રાઇમ કરવાનો મોકો ચૂક્યા નથી. નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવો જ એક વધુ બનાવ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે બન્યો છે.

નવરંગપુરાના અનાજના વેપારીને 15મી મે ના દિવસે સવારે તેમના વોટ્સએપ નંબર પર તેમના જીજાજીનાં પ્રોફાઈલ પિકચર વાળા નંબરથી એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે સુખબિરસિંહના એકાઉન્ટમાં  3 લાખ ટ્રાન્સફર કરવાના છે.  એસબીઆઈનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. જોકે, ફરિયાદીના જીજાજી કમ્પ્યુટરમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હોવાથી તેમને બીજો કોઈ નંબર લીધો હશે. તેવું માનીને માત્ર ખરાઈ કરવા માટે વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કર્યો હતો. પરંતુ સંપર્ક થયો ન હતો.  બીજે દિવસે આ રકમ પરત કરી દેવાનો મેસેજ આવતા જ ફરિયાદીએ વિશ્વાસમાં આવી 3 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં 55 દિવસ બાદ છૂટછાટ મળતા લોકો ઘરની બહાર નીકળ્યાં, દુકાનો બહાર લાંબી લાઇનો લાગી

ત્યારબાદ થોડા સમય બાદ આ જ  નંબર પરથી ફરી 4 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ તેમના જીજાજીના નંબર પર ફોન કરી આ બાબતની જાણ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના જીજાજીએ આ રીતે કોઈ પૈસાની માંગણી કરી નથી. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં જ ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી ગુજરાત યુનિર્વિસટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ જુઓ - 
 
First published: May 19, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading