અમદાવાદ : 'દયા ડાકણને ખાય', સોનાના બનાવટી સિક્કા પધરાવી મિત્રએ 4.95 લાખની ઠગાઈ કરી


Updated: February 22, 2020, 7:47 AM IST
અમદાવાદ : 'દયા ડાકણને ખાય', સોનાના બનાવટી સિક્કા પધરાવી મિત્રએ 4.95 લાખની ઠગાઈ કરી
પ્રતિકાત્મક તસવીર

સોનાના બદલામાં પૈસા આપનારા માટે ચેતવણીરૂપ કિસ્સો, મિત્રએ સોનાના 20 સાચા સિક્કા બતાવી ઠગાઈ આચરી

  • Share this:
અમદાવાદ : કહેવાય છે ને કે " દયા ડાકણને ખાય." શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ કહેવત સાર્થક સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અસારવામાં રહેતા સુર્યપ્રકાશ જયસ્વાલને તેના મિત્રની મદદ કરવી ભારે પડી છે. સુર્યપ્રકાશ જયસ્વાલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 2જી ફેબ્રુઆરીએ તેમના મિત્ર રાજુ મારવાડી તેમની પાસે આવ્યાં હતાં. અને કહ્યું હતું કે તેમને  પૈસાની ખૂબજ જરૂર છે. તેમની પાસે તેની દાદીના એક એક ગ્રામ સોનાના 200 સિક્કા છે. જે સિક્કાના બદલામાં તેઓ તેને રૂપીયા આપે. અને જો સમયસર રૂપીયા પરત ન કરે તો સીક્કા વેચી નાખવા.

જેથી ફરિયાદી આ ગઠિયાના વિશ્વાસમાં આવ્યાં હતાં. પરંતુ તેમણે આ સિક્કા સોનાના છે કે કેમ તે જાણવા માટે રાજુ મારવાડી પાસેથી 20 સિક્કાની માંગણી કરી હતી. જો કે ચકાસણી કરવા માટે આપેલ સિક્કાની તપાસ કરાવતા આ સિક્કા સોનાના હોવાનું જાણવા મળતા ફરિયાદીએ રાજુ મારવાડીને પૈસા આપવાનું નક્કી કર્યું હતું. 5મી ફેબ્રુઆરીએ સુર્યપ્રકાશ જયસ્વાલએ રાજુ મારવાડીને 200 સિક્કા આપીને રૂપીયા લઇ જવાનું કહેતા તેણે તેના ભત્રીજા દિપકને સિક્કા લઇને ફરિયાદી પાસે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો :  નમસ્તે ટ્રમ્પ: 24 ફેબ્રુ.એ અમદાવાદ આ 9 રસ્તાઓ બંધ રહેશે! જાણો - અન્ય વૈકલ્પિક માર્ગ કયો રહેશે?

આમ ફરિયાદીએ સીક્કા લઇને તેને રૂપીયા 4 લાખ 95 હજાર આપ્યા હતાં. જો કે 15 દિવસમાં રૂપીયા પરત કરવાનો વાયદો કરનાર રાજુ મારવાડી અનેક પ્રયત્નો કરવા છતાં ફરિયાદીનો ફોન ઉપાડતા ન હતાં. જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની શંકા ગઇ હતી અને તે રાજુ મારવાડીના ઘરે ગયો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે રાજુએ તેનું મકાન વહેચી નાંખેલ છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં શાહીબાગ પોલીસએ હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर