અમદાવાદની વિચિત્ર ઘટના: ATMમાંથી પૈસા ન નીકળતા યુવકે લાતો મારીને પથ્થર ફેંક્યા, વૃદ્ધે સમજાવતા થયુ ધીંગાણું

અમદાવાદની વિચિત્ર ઘટના: ATMમાંથી પૈસા ન નીકળતા યુવકે લાતો મારીને પથ્થર ફેંક્યા, વૃદ્ધે સમજાવતા થયુ ધીંગાણું
પ્રતિકાત્મક તસવીર

વૃદ્ધએ આમ ન કરવા સમજાવવા જતા યુવક થોડી જ વારમાં તેના માણસોને લઈને આવ્યો અને મારામારી કરી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ તેમના વિસ્તારમાં બેઠા હતા ત્યારે ત્યાં આવેલા એક એટીએમ સેન્ટર પર યુવક આવ્યો હતો. મશીનમાંથી પૈસા ન નીકળતા તે આવેશમાં આવી ગયો અને તેણે મશીનને ફેંટો મારી તોડફોડ કરી હતી. આ વૃદ્ધએ આમ ન કરવા સમજાવવા જતા યુવક થોડી જ વારમાં તેના માણસોને લઈને આવ્યો અને મારામારી કરી હતી.

દાણીલીમડામાં આવેલા શેખાવટી કોમ્પ્લેક્સમાં એક્સીસ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. રાત્રે ત્યાં એક યુવક આવ્યો હતો. તેણે એટીએમમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ રૂપિયા ન નીકળતા તે આવેશમાં આવી ગયો હતો. તેણે મશીનને ફેંટો મારી તોડફોડ કરી અને બહાર નીકળીને પથ્થરમારો કર્યો હતો.આ પણ વાંચો - અમદાવાદ : હું તેમને પિતાની જેમ માનતી પણ તેમણે તમામ હદ વટાવી મારા કપડા ઉતારવાની કોશિશ કરી અને...

જેથી ત્યાં બેઠેલા એક વૃદ્ધે ટકોર કરતા આ શખશ તેના માણસોને લઈને આવ્યો હતો. પાંચેક જેટલા લોકોને લઈને આવી તેણે ત્યાં બેઠેલા લોકો સાથે બબાલ કરી અને મારામારી કરી હતી.

આ પણ જુઓ - 

પેટ્રોલિંગ માં નીકળેલી પોલીસ આ દસેક જેટલા લોકોને મારામારી કરતા જોઈ જતા તાત્કાલિક આ તમામ લોકોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - SPIPA વિશે જાણવા જેવું : જેના 13 ઉમેદવારઓએ UPSC ફાઇનલમાં બાજી મારી
Published by:Kaushal Pancholi
First published:August 05, 2020, 10:52 am